SURAT

સુરત: નવનિર્મિત બિલ્ડિંગની પાણીની ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

સુરત: સુરત (Surat) વેસુના એક નવનિર્મિત બિલ્ડિંગના પાણીની ટાંકીમાંથી 37 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવક 3 મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની (PM) દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

  • મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરાઈ
  • પાણીની ટાંકી માંથી મૃતદેહ તરતો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ
  • સુપર વાઇઝર પગાર માટે બધાને બોલાવતા સંતોષ ગાયબ હતો
  • યુવક 3 મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો

મૃતકનાં એક કિશોર મિત્રએ જણાવ્યું હતું કે હું પણ સંતોષ દેવીદાસ પાટીલ (ઉ.વ. 37) સાથે જ કામ કરતો હતો. ઉધના ત્રણ રસ્તા ફૂટપાથ પર રહેતા હતા. મૂળ મહારાષ્ટ્રનાં વતની સંતોષના પરિવારમાં પત્ની અને દીકરો-દીકરી છે. 3 માસથી જ સંતોષ કામ વેસુ રાજહંસ ક્રિમોનિયા નવ નિર્મિત બધાતા બિલ્ડિંગમાં સફાઈ કામ તરીકે જોડાયો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે રવિવારે પગારનો દિવસ હતો. સુપર વાઇઝર પગાર માટે બધાને બોલાવતા સંતોષ ગાયબ હતો ત્યારબાદ એની શોધખોળ શરૂ કરતાં એ ત્રીજા બેજમેન્ટ ની પાણીની ટાંકીમાં પગના ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબેલી હાલતમાં તરતો મળી આવ્યો હતો. આ જોઈ તમામ કારીગર ચોંકી ગયા હતા. તેણે જણાવ્યું ઘટના સાંજે 5 વાગ્યાની આજુબાજુની હતી. સંતોષને છેલ્લે કેટલા વાગે કોણે જોયો હોય એની જાણ નથી થઈ. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસને બોલાવી દેવાય હતી. મહારાષ્ટ્રમાં યુવકનાં પરિવારને પણ જાણ કરી દેવાઈ છે. મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે.

Most Popular

To Top