Dakshin Gujarat

ચલથાણમાં બાઇક ડિવાઈડર સાથે ભટકાતાં ચાલકનું મોત

પલસાણા: (Palsana) પલસાણાના ચલથાણ ગામે ટાટા મોટર્સની સામે નેશનલ હાઈવે (National Highway) પર મોટરસાઇકલ પર જતી વખતે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાઇકલ ચાલક ડિવાઇડર સાથે અથડાતાં ગંભીર ઈજાને કારણે મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મિત્રને નાની-મોટી ઇજા પહોંચી હતી.

  • ચલથાણમાં બાઇક ડિવાઈડર સાથે ભટકાતાં ચાલકનું મોત
  • સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાઇકલ ચાલક ડિવાઇડર સાથે અથડાયો

વડેલી ગામે રહેતા માનસિંહ ભુરેલાલ રાજપૂત (ઉં.વ.29) ગઈકાલે બાઇક ફેશન પ્રો નં.(જીજે 05 કે એલ ૬૭૩૯) લઇ પલસાણા ખાતે રહેતા મિત્ર શિવસાગર સુંદરલાલ રાજપૂતને બાઇક પાછળ બેસાડી રાત્રિના 11 વાગ્યે ચલથાણ ગામે ટાટા મોટર્સની સામે ને.હા.નં.48 પરથી પસાર થતો હતો. ત્યારે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી. આ બનાવમાં માનસિંહના માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે પલસાણા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પડના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અકસ્માતમાં શિવસાગરને ઇજા થઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની ધજવીજ હાથ ધરી છે.

નેત્રંગ પાસે સુરતથી ખરીદી કરીને ઘરે બાઈક પર જતાં દંપતીનું અકસ્માત, પતિનું મોત
કામરેજ: ભરૂચના વાલિયાના જામણીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા રણજિત નાળીયા ચૌધરી (ઉં.વ.45) ગત તા.29મી એપ્રિલના રોજ વહેલી સવારે પોતાનું બાઈક લઈ પત્ની સુનિતાબેન સાથે સુરત ખાતે ખરીદી કરવા માટે ગયાં હતાં. ખરીદી કરીને ઉમરા મંદિરે દર્શન કરી પરત ઘરે જવા માટે પતિ-પત્ની બાઈક પર નીકળ્યાં હતાં.

દરમિયાન કામરેજના નેત્રંગ ગામની હદમાં કામરેજ-શામપુરા રોડ પર બાઈકને ટક્કર મારતાં દંપતી બાઈક પરથી નીચે પટકાતાં ચાલક રણજીતભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તુરત જ 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે સુનિતાબેનને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ મહેસાણા ખાતે એમ.બી.એ.નો અભ્યાસ કરતા પુત્ર સૌરવને કરતાં તુરંત સુરત ખાતે હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. મંગળવારના રોજ ખાનગી હોસ્પિટલમાં રણજીતભાઈનુ સવારે 9 કલાકે મોત નીપજતાં કામરેજ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે પુત્ર સૌરવની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top