SURAT

સુરતમાં પ્રેમીકાનો પીછો કરનાર યુવાનની કરપીણ હત્યા

સુરત: (Surat) પાંડેસરામાં પ્રેમીકાનો (Lover) પીછો કરનાર યુવાનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમાં 23 વર્ષીય યુવાનની કરપીણ હત્યા (Murder) કરાઇ હતી. રાજ ઉર્ફે અભિમન્યુ સવાઇ નામના યુવાનની હત્યા કરાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગત જાણવા મળી છે.

  • મારી પ્રેમિકાની પાછળ કેમ પડયો છે કહીને યુવાનની ઘાતકી હત્યા
  • ચાર ઘા મારીને યુવાનની હત્યા, અન્ય યુવાન પણ ગંભીર

પાંડેસરા પોલીસે જણાવ્યું કે પ્રિયંકા ગ્રીન સોસાયટીમાં ચિંતન ભામરે અને ધીરૂ ચૌહાણે જેઓની ઉંમર 22 વર્ષની છે આ બે લબ્બર મૂછીયાઓ દ્વારા યુવકની હત્યા કરાઈ હતી. તુ મારી પ્રેમિકાની પાછળ કેમ પડયો છે કહીને રાજ નામના યુવકને ચાર જેટલા ચાકૂના ઘા મારી દીધા હતા. આ બે આરોપીઓને પોલીસે પકડી પાડયા છે. રાજ ચિંતનની પ્રેમિકાની પાછળ આંટાફેરા મારતો હતો. તેથી તુ શા માટે આંટાફેરા મારે છે. તેમ કહીને તેને પતાવી દીધો હતો. ચિંતન અને ધીરૂએ ચાર જેટલા ઘા મારતા સિવીલ હોસ્પિટલમાં રાજનુ કરૂણ મોત નીપજયુ હતુ.

આ ઉપરાંત રાજ તે તેના મિત્ર સાથે બે બાઇક પર ચા પીવા માટે ગયા હતા. તે વખતે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજ ઉપરાંત તેના મિત્રને ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા. રાજના મિત્રની હાલત પણ ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. મોડી રાત્રે 11 વાગ્યે ચા પીને રાજ પરત ફરી રહ્યો હતો ત્યારે તેને મારવામાં આવ્યો હોવાની વિગત પાંડેસરા પીઆઇ કામલિયાએ જણાવી છે.

રમતા-રમતા ટેમ્પોમાંથી નીચે પડેલી 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી સામે આવ્યો છે. ટેમ્પોમાં રમતાં રમતાં નીચે પડેલી સચીનની ત્રણ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માતા-પિતા શાકભાજીની લારી પર હતા તે દરમિયાન બાળકી નજીકના ટેમ્પોમાં રમી રહી હતી ત્યારા ઘટના બની હતી.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની ભગેલુ ચૌહાણ હાલમાં પરિવાર સાથે સચીન વિસ્તારમાં આવેલ ભરવાડની ચાલમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકી છે. ભગેલુ પત્ની સાથે સચીનમાં શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભગેલુ 4 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યા પોતાની શાકભાજીની લારી પર હતા. તે દરમિયાન ભગેલુની 3 વર્ષની મોટી બાળકી સુહાની નજીકમાં ઉભેલા ટેમ્પોમાં રમી રહી હતી. સુહાની રમતાં રમતાં અચાનક નીચે પડી હતી. જેથી સુહાની ને કમર તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેને કાંઈ વિશેષ વાગ્યું નથી એવું માનીને પરિવારજનોએ તેને સારવાર અપાવવાની જરૂરત સમજી ન હતી.

એક દિવસ બાદ સુહાની ફરીથી ઘરમાં રમતાં રમતા નીચે પડી હતી. જેથી સુહાનીને સારવાર માટે પરિવાર 6 ઓગસ્ટના રોજ નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં સુહાનીને દાખલ કરી વધુ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ચાલુ સારવાર દરમિયાન સુહાનીએ ચાર દિવસ મોત સામે લડ્યા બાદ ગુરુવારે સવારે 6 વાગ્યાના અરસામાં હાર માની લીધી હતી. આ અંગે પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top