SURAT

સગીરે મુંબઇમાં બે લાખના કપડા બૂટ પહેરી હોટલમાં ફરીને મોજશોખ કરી, 50 હજાર ભિખારીઓમાં વ્હેંચ્યા

સુરત: (Surat) લૂડો ગેમમાં ઓન લાઇન 4.10 લાખ રૂપિયા હારી જતા સગીર (Minor) દ્વારા ખટોદરા કાતે આવેલા હનુમાન ફેબ્રિકસમાં ચોરી (Theft) કરી હોવાની કબૂલાત કરી છે. આટલી મોટી રકમ હાથમાં લાગતા સગીર ત્વરીત મુંબઇની (Mumbai) ટ્રેનમાં બેસી ગયો હતો. ત્યાંથી તેણે બે લાખ જેટલી રકમ હરવા ફરવામાં તથા મુંબઇના ભિખારીઓમાં આપી દીધા હોવાની વાત પોલીસને કરી હતી.

  • ખટોદરામાં થેયલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
  • સગીર ઓન લાઇન ગેમીંગમા નાણા ગુમાવતા ચોરી કરી
  • ભિખારીઓને ચાલીસ હજાર જેટલી રકમ દાનમાં આપી દીધી હોવાની સગીરની કબૂલાત

દરમિયાન પોલીસ દ્વારા ખટોદરામાં થયેલી ચોરીના 2 લાખ રૂપિયા રિકવર કર્યા હતા. સ્પેશયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે સગરામપુરા સર્કલ પાસથી એક સગીરને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આ સગીરની પૂછપરછ કરતા તેણે કરીલી કબૂલાતથી પોલીસ પણ દંગ રહી ગઇ હતી.તેણે કબૂલાત કરી હતી કે તે ભંગાર ચોરી માટે ફરી રહ્યો હતો. તે દરમિયાન હનુમાન ફેબ્રીકસની ઓફીસ તેને ખુલ્લી જોવા મળી હતી. તેમાં તેણે પ્રવેશીને ત્વરીત 4.10 લાખ રૂપિયા રોકડા ઉંચકીને લાચલી પકડી હતી. મુંબઇમાં તેણે બે લાખના કપડા બૂટ તથા હોટલમાં ફરીને મોજશોખ કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત પચાસ હજાર જેટલી રકમ ભિખારીઓમાં વ્હેચી હોવાની વાત તેણે કરી હતી. દરમિયાન ખટોદરામાં થયેલી 4.10 લાખની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાંજ ઉકેલાઇ ગયો હતો.

લોકોને બચાવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જ મોપેડસવારને અડફેટમાં લઈ મોત નિપજાવ્યું
સુરત: સરથાણાના સિમાડા નાકા વિસ્તારમાં એમ્બ્યુલન્સના ડ્રાઈરે બેદરકારથી એમ્બ્યુલન્સ હંકારી મોપેડ સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. યુવક હાલમાં અમદાવાદમાં સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષિય અનિલ રાજેશ ગોધાણી મૂળ અમરેલી જિલ્લાના નવી હળિયાદ ગામનો વતની હતો. તેના પિતા વતન રહે છે. અનિલ અમદાવાદમાં રહીને સીએનો અભ્યાસ કરતો હતો. સુરતમાં સરથાણા જકાતનાકા આગળ શ્યામધામ મંદિર પાસે શિવાય હાઇટ્સમાં અનિલના કાકા કુમનભાઈ ગોધાણી રહે છે. છેલ્લા ત્રણેક મહિનાથી અનિલ સુરતમાં તેના કાકાના ઘરે રહેતો.

મંગળવારે અનિત સરથાણા વિસ્તારમાં જ રહેતી તેની ફોઈના ઘરે હોળી રમવા માટે ગયો હતો. બુધવારે સાંજે અનિલ મોપેડ લઈને કાકાના ખરે જતો હતો ત્યારે રસ્તામાં સિમાડા નાકા પાસે ઉમંગ હાઇટ્સની સામે રઘુકુલ ચોક પાસે એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બેદરકારીથી એમ્બ્યુલન્સ ચલાવીને અનિલની મોપેડને અડફેટે લીધો હતો. તેના કારણે અનિલને ગંભીર ઇજાઓ થઈ હતી. અનિલને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અનિલના કાકા કુમનભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top