SURAT

સગીરે તેના મિત્રની માતાને અશ્લીલ શબ્દમાં કીડનેપ કરવાની આપી ધમકી

પાલનપુર જકાતનાકા (Palanpur Jakatnaka) પાસે રહેતી મહિલાને તેના જ પંદર વર્ષીય પુત્રના મિત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) ઉપર બિભત્સ મેસેજ કર્યા હતા. આ ઉપરાંત ઘરેથી ઉંચકી જઈ જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.

મહિલાએ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં અરજી કરતા પોલીસે 15 વર્ષના આરોપીને પકડી ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. પાલનપુર જકાતનાકા ખાતે રહેતી 35 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલા સુરત મહાનગર પાલિકામાં (SMC) સફાઈ કામદાર તરીકે નોકરી (Job) કરે છે. તેમનો પુત્ર હાલ ઓનલાઈન અભ્યાસ માટે તેઓના મોબાઈલ ફોનનો ઉપયોગ (Use) કરે છે. મહિલાના ફોનમાં પુત્રએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. ગત 3 જુલાઈએ પુત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી ઓપન કરી જોતા અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી તેરાબાપ-88383 પરથી મેસેજો આવ્યા હતા. પુત્રએ મેસેજ વાંચતા તેની માતાના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ કર્યા હતા. મેસેજમાં યુવકે મહિલાને તેમના ઘરેથી ઉંચકી જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે તપાસ કરતા મહિલાના પુત્રની સાથે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો 15 વર્ષીય વિદ્યાર્થી જ આરોપી નીકળ્યો હતો. પોલીસની સાથે મહિલા અને તેમનો પુત્ર પણ ચોંકી ઉઠ્યા હતા. પકડાયેલા વિદ્યાર્થીએ તેના મોબાઈલ પરથી તેમના બીજા એક મિત્રએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મેસેજ કર્યો હોવાની કબૂલાત કરતા સાયબર ક્રાઈમ પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top