SURAT

સુરત: ગવિયર ગામમાં સ્ટેટ વિજિલન્સના દરોડા, 182 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

સુરત: સુરત (Surat) ડુમસ રોડ (Dumas Road) પર આવેલા ગવિયર (Gavier) ગામમાંથી સ્ટેટ વિજિલનસ વિભાગે દરોડા (Raid) પાડી 70 કેરબા (ખાલી-ભરેલા) ડીઝલ અને 182 વિદેશી દારૂની (Alcohol) બોટલના જથ્થા સાથે બે ને ઝડપી પાડી ડુમસ પોલીસને (Police) સોંપ્યા હતા. એટલું જ નહીં પણ ડુમસ પોલીસે બન્નેના રિમાન્ડ ની કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલો આરોપી બળવંતભાઈ અમરતભાઈ પટેલ, ગવિયર ગામનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

  • સ્ટેટ વિજિલન્સના દરોડામાં 182 વિદેશી દારૂની બોટલ સાથે એકને ઝડપી પાડી
  • મોબાઈલ ફોન મળી કુલ 86,225નો મુદ્દામાલ જપ્ત કર્યો

પીઆઈ, સુમૈયા (ડુમસ) એ જણાવ્યું હતું કે દરોડા સ્ટેટ વિઝીલન્સની ટીમે બાતમીના આધારે પાડયા હતા. એક રૂમમાંથી ખાલી-ભરેલા ડીઝલના 70 જેટલા કેરબા અને સાથે વિદેશી દારૂની 182 બોટલ મળી આવી હતી. જેની કિંમત 6,81,225 ની પોલીસે કબજે કરી છે. આરોપી પાસેથી પોલીસે 5000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલે મુદ્દામાલ 6,86,225નો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનના પી.આઈને સોંપવામાં આવતા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ધવલભાઈ મુકેશભાઈ પટેલ, 75, દરજી મહોલ્લા સરસાણા ને આરોપીને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top