SURAT

ભેસ્તાનમાં બે વ્યક્તિઓ ઉપર એસિડ અટેક: એક ગંભીર, હુમલાખોર પકડાયો

સુરત: સુરતના ભેસ્તાનમાં(Bestan) ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ અટેક(Acid attack) કરવામાં આવ્યો. બંને વ્યક્તિઓને સિવિલમાં(Surat civil hospital) દાખલ કરવામાં આવ્યા બંનેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટના 6 મહિના પહેલાના ઝગડાના પરિણામ સ્વરૂપ ઘટના બની છે.

સુરત ભેસ્તાન ગુરુકૃપા ઇન્ડસ્ટ્રી નજીક રાહદારી ત્રણ મિત્રો પૈકી બે પર જ્વલનશીલ પ્રવાહીથી હુમલો કરાતા બન્ને ગંભીર રીતે દાઝી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ હુમલા પાછળ 6 મહિના પહેલા થયેલા ઝગડાની અદાવત હોવાનું અને હુમલાખોર પોલીસના હાથે પકડાય ગયો હોવાનું સામે આવ્યું છે. જ્વલનશીલ પ્રવાહી એટેકમાં દાઝી ગયેલા બન્નેને સિવિલમાં દાખલ કરાતા બે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મોત સામે ઝઝુમી રહેલ કેદાર ગોડ, હેન્ડ પ્રિન્ટિંગ ખાતાનો ડિઝાઇન કારીગર હોવાનું જાણવા મળ્યું છે.

રાજેન્દ્ર(સાળા)એ જણાવ્યું હતું કે, ઘટના રવિવારના રોજ સાંજે 7:30 વાગે બની હતી. કેદાર ડંદાસી ગોડ (ઉ.વ. 45) મિત્રો સાથે નોકરી પરથી ભેસ્તાન સિધ્ધર્થ નગર ઘરે આવતો હતો. ત્યારે અચાનક કારખાનાથી થોડે દુર ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ નજીક જાહેર શૌચાલય પાસેથી દોડીને આવેલા એક ઇસમે કેદાર પર જ્વલનશીલ પ્રવાહી ફેકતા કેદાર અને મિત્ર પ્રકાશ ગંભીર રીતે દાઝી ગયા હતા. કઈ સમજ પડે એ પહેલાં હુમલાખોર ભાગી ગયો હતો. ગંભીર રીતે દાઝી જવાના કારણે બન્ને મિત્રો જમીન પર તફડી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં કેદાર, બન્ને આખો, મોઢા, અને છાતી પર ગંભીર રીતે દાઝી ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે પ્રકાશ નામનો મિત્રો હાથ અને છાતી પર દાઝી ગયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. 6 મહિના પહેલા થયેલા ઝગડાની અદાવતમાં કેદાર પર જ્વલનશીલ પ્રવાહી દ્વારા એટેક કરાયો હતો. પોલીસે હુમલાખોર ને પકડી પણ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કેદાર 10 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી રહ્યો છે. પરિવાર ઓડિશામાં રહે છે. ઘટનાની જાણ બાદ પત્ની અને 3 દીકરી અને એક દીકરો આઘાતમાં ચાલી ગયા છે. કેદાર ભેસ્તાનમાં રૂમ પાર્ટનર મિત્રો સાથે રહેતો હતો. હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. કેદારની હાલત ગંભીર છે. નિવેદન પણ આપી શકે એમ નથી. પરિવાર વતનથી સુરત આવવા નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top