Dakshin Gujarat

ચલથાણના સ૨ગમ કોમ્પલેક્ષમાં ત્રણ દુકાનના તાળા તૂટયા

પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે આવેલા સ૨ગમ કોમ્પલેક્ષની (Sargam Complex) ત્રણ દુકાનોના શટરના તાળા તોડી તસ્કરો રૂ. ૧ લાખથી વધુના સામાનની ચોરી (Stealing) કરી નાસી છુટ્યા હતા. પોલીસે (Police) સીસીટીવી (CCTV) ફુટેજના આધારે આગળની તપાસ હાથધરી છે.

પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા સ૨ગામ કોમ્પલેક્ષની દુકાનોને તસ્કરોએ નીશાન બનાવી હતી. જેમાં રીલાયેબલ ડીઝલ, માધવ કોર્પોરેશન તેમજ તેની બાજુમાં આવેલી ઇઝોન લોજીસ્ટિક નામની દુકાનોના બુધવારે વહેલી સવારે બે તસ્કરોએ શટર તોડીને માધવ કોર્પોરેશનમાંથી બ્રાશનો સામાન તેમજ રીલાયેબલમાંથી ડીઝલ સ્કેનર, લેપટોપ તેમજ અન્ય સામગ્રી મળી કુલ ૧ લાખના સામનની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. તસ્કરો કોઇ સાધન વડે શટરના તાળા તોડી ચોરી કરતા દુકાનના સીસીટીવી ફુટેજમાં દેખાયા હતા. ત્યારે કડોદરા પોલીસે આ અંગે ફરિયાદ લઇ સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.

મહિધરપુરાથી બાઇક ચોરી કરનાર સુરતનો શખ્સ કડોદરામાં ઝડપાયો
પલસાણા : કડોદરા પોલીસ ગત રોજ નાઇટ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે નુરી મીડીયાની પાછળ બ્લોસમ પાર્કની સામે એક શખ્સ ચોરીના બાઇક સાથે ઉભો છે. જે આધારે પોલીસે સ્થળ પર જઇ બાઇક નંબર જીજે ૦૫ એલએ ૬૬૪૫ પર સવાર રવિન્દ્ર ઉર્ફે અજય ભરતભાઇ સોનવણે( ઉ.વ ૨૭ ૨હે સુમુલ ડેરીની સામે રેલવે સ્ટેશન પાસે)ને ઝડપી પાડી પુછપરછ કરતા આ બાઇક મહિધરપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેને લઇ ૩૦ હજારના બાઇક ચોરીના ગુનામાં કડોદરા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

કડોદરામાં ત્રણ વર્ષ પહેલા ધાપ મારનાર ચોર અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી પકડાયો
અંકલેશ્વર: ભરૂચ એલસીબીએ પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોમ્બિંગના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પલસાણાના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અંકલેશ્વરના બાકરોલ નેશનલ હાઇવે ઉપર આવેલા કામધેનું એસ્ટેટમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને મૂળ અંકલેશ્વરના ગડખોલ ગામના આર.કે.નગર અને હાલ ઉમરવાડા રેલવે ફાટક પાસે રહેતો ઘરફોડ ચોર રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો અને પોલીસે જેની પુછપરછ કરતા તેણે ત્રણ વર્ષ પહેલા પોતાના બે મિત્રો સાથે કડોદરા વિસ્તારમાં દુકાનને નિશાન બનાવી કોપર વાયર અને બાઈકની ચોરી કરી હતી જેમાં અગાઉ તેના બે મિત્રોની ધરપકડ થઇ હતી જેઓએ તેનું નામ આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે તેને ઝડપી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

Most Popular

To Top