Dakshin Gujarat

પડતર પ્રશ્ને ઉમરગામ દ.ગુ. વીજ કંપનીના ટેક્નિકલ કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી દેખાવો

ઉમરગામ : સરકારને (Government) વારંવાર રજૂઆત છતાં પડતર માંગણીઓ નહીં ઉકેલાતા વીજ તંત્રના ટેક્નિકલ કર્મચારીઓ (Power Technical Staff) સરકારથી નારાજ થયા છે. ઉમરગામ વિજ તંત્રના ટેક્નિકલ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચાર કરી દેખાવો કર્યો હતો અને સરકાર તેમની માંગણી વહેલી તકે સ્વીકારે તેવી લાંગણી વ્યક્ત કરી હતી.

  • સરકારને વારંવાર રજૂઆત છતાં પડતર માંગણીઓ નહીં ઉકેલાતા વીજ તંત્રના ટેક્નિકલ કર્મચારીઓ સરકારથી નારાજ
  • સરકાર તેમની માંગણી વહેલી તકે સ્વીકારે તેવી લાંગણી વ્યક્ત કરી
  • સબડિવિઝનના ટેક્નિકલ કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સુખરૂપ નિવારણ લાવવાની માંગણી

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા ટેક્નિકલ કર્મચારીઓના પ્રશ્નો અંગે ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ દ્વારા અગાઉ અનેક વખતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો આજદિન સુધી નહીં ઉકેલાતા વિજ તંત્રના ટેક્નિકલ કર્મચારીઓમાં સરકાર સામે વ્યાપક નારાજગી વ્યાપી ગઈ છે અને સરકાર સામે વિરોધ ઊઠવા પામ્યો છે. ઉમરગામ સબડીવીજનના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી દેખાવો કરવામાં આવ્યો હતો. ઉમરગામ સબડિવિઝનના ટેક્નિકલ કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સુખરૂપ નિવારણ લાવવાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વીજ કચેરી સામે સૂત્રચાર કર્યા હતા.

કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય તો 17મીએ માસ સી. એલ. ઉપર જશે
વીજ કચેરીના ટેક્નિકલ કર્મચારીઓએ જણાવ્યું હતું કે વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવેશ કરવો, કામના કલાકો નક્કી કરવા, ફિલ્ડ એલાઉન્સની વિસંગતા દૂર કરવા સહિત કર્મચારીઓની વિવિધ માંગણીઓનુ સરકાર તાત્કાલિક નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી અને ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ દ્વારા શરૂ કરેલ લડતમાં ઉંમરગામ સબડીવીજનના કર્મચારીઓ પણ જોડાયા છે. કર્મચારીઓને ન્યાય મળશે નહીં તો આગામી દિવસોમાં વર્ક ટુલ રૂલ ધરણા બાદ તારીખ 17મીએ માસ સી. એલ. ઉપર જશે અને જરૂર પડે તો ન્યાય માટે ચોક્કસ મુદતની લડત કરીશું તેમ વીજ કર્મચારીઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top