Dakshin Gujarat

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા એરિયા મેનેજર ઓફિસે વિરોધ પ્રદર્શન

વલસાડ: બ્રિટિશરાજના (Britishraj) સમયથી ચાલતી વલસાડ (Valsad) કંટ્રોલ ઓફિસને મુંબઈ (Mumbai) ડિવિઝનનું સબ ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. વલસાડ કંટ્રોલ ઓફિસમાં (Control Office) આશરે 150 રેલ કર્મચારીઓ ઘણા વર્ષોથી ફરજ બજાવે છે. પરિવાર અને બાળકો સહિત વલસાડમાં સ્થાયી થયા હોવાથી હવે ફરીથી વલસાડ કંટ્રોલ તેમજ સીટીસીસી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસને મુંબઇ શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે કંટ્રોલ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને અને એમના પરિવારને ભારે મુશ્કેલી પડશે. વલસાડ કંટ્રોલ અને CTCC ઓફિસમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ વલસાડની નજીકના વિસ્તારોમાં સ્થાયી થયા છે અને તેમના બાળકો વલસાડની ગુજરાત બોર્ડ દ્વારા ચાલતી શાળાઓમાં અભ્યાસ કરે છે. તેથી તેમના માટે મુંબઈ સેન્ટ્રલ શિફ્ટ થવું મુશ્કેલ બનશે.

અચાનક વલસાડ કંટ્રોલ ઓફીસને મુંબઈ શિફ્ટ કરવાની ચળવળ શરૂ થતાં શુક્રવારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ દ્વારા એરિયા મેનેજર ઓફિસ ખાતે વિરોધ પ્રદશર્ન કરાયું હતું. ભૂતકાળમાં પણ જ્યારે વલસાડ કંટ્રોલ ઓફિસને મુંબઈ શિફ્ટ કરવાની ચળવળ થઈ હતી, ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા જનરલ મેનેજનરને આવેદનપત્ર આપી તેમજ યુનિયનના જનરલ સેક્રેટરી જે.આર.ભોંસલે ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડેએ જનરલ મેનેજર ને રૂબરૂ મળીને આ શિફ્ટટિંગથી વલસાડ કન્ટ્રોલ ઓફસના કર્મચારીઓ તેમના પરિવારને થનારી મુશ્કેલીઓ માટે માહિતગાર કરાયા હતા. જેના ફળ સ્વરૂપે વલસાડ કંટ્રોલ ઓફિસને મુંબઈ શિફટીંગ અટકાવવામાં આવી હતી. જ્યારે કોવિડની મહામારી ચાલી રહી હતી, ત્યારે સમગ્ર મુંબઈ ડિવિઝનની ગાડીઓનું ઓપરેટિંગ વલસાડ કંટ્રોલ ઓફિસ દ્વારા કરાયું હતું.

જરૂર પડ્યે આંદોલન તીવ્ર કરાશે
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન મુંબઈ ડિવિઝનના જોઇન્ટ ડિવિઝન સેક્રેટરી સંજયસિંગ, યુનિયનના ડિવિઝન ઓફિસ સેક્રેટરી સ્મિતા પટેલ, વલસાડ બ્રાંચના સેક્રેટરી હુસેન બેલીમ, ચેરમેન કિશોર વાણિયાએ વલસાડ કંટ્રોલ ઓફિસના કર્મચારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે એમ્લોઇઝ યુનિયન તમારી સાથે ખભાથી ખભા મિલાવીને ઉભું રહેશે અને ભવિષ્યમાં આ આંદોલનને તીવ્ર કરવાની જરૂર પડી તો પણ તમારી જોડે ઉભી હશે. આ વિરોધ પ્રદશનમાં યુનિયનના શિવન કોનાર, રામદાસ, દિનેશ ગોસ્વામી, શ્રવણ કુમાર, કૌશિક બાગુલકર, અમિત નાયક, રાજુ રાઠોડ, એસ.એન. સાલુંકે અન્ય કાર્યકર્તાઓ તેમજ અન્ય કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો.

Most Popular

To Top