Sports

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમેચ: 1205 દિવસ, 23 મેચ અને 41 ઈનિંગ્સ બાદ કોહલીએ ફટકારી સદી

નવી દિલ્હી: ગુજરાતના (Gujarat) અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લા 4 દિવસથી ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ (Test Match) ચાલી રહી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને 480 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે આજે મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટે પોતાના વિરાટ અવતાર બતાવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કોહલીએ સેન્ચ્યુરી મારી હતી. જણાવી દઈએ કે ત્રણ વર્ષ પછી વિરાટે સેન્ચ્યુરી ફટકારી હતી. ટેસ્ટ કરિયરમાં કોહલીની આ 28મી સેન્ચ્યુરી છે. છેલ્લી સેન્ચ્યુરી તેણે વર્ષ 2019માં મારી હતી.

ત્રણ વર્ષ પછી કોહલીએ ટેસ્ટ મેચમાં પોતાનો જાદુ બતાવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો જાદુ બતાવ્યો છે.  કોહલીએ ટેસ્ટમાં 1205 દિવસ, 23 મેચ અને 41 ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. 

જણાવી દઈએ કે વિરાટે 22 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 27મી સદી કરી હતી. જયારે આજની મેચની સેન્ચ્યુરી કોહલીની 28મી સદી છે. હવે કોહલીના નામે ઈન્ટરનેશનલ મેચમાં 75 સદી થઈ ગઈ છે. તેણે ટેસ્ટમાં 28, વનડેમાં 46 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી કરી છે. કોહલીએ 1205 દિવસ પછી ઓસ્ટ્રેલિયા સામે સેન્ચ્યુરી ફટારી હતી.

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. આટલા રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા હતા.

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની લાજ બચાવી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચની પ્રથમ ઇનિંગમાં 480 રન બનાવ્યા હતા, આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને જોરદાર જવાબ આપવો જરૂરી હતો. કારણ કે જો ભારત હારી જતે તો ફાઈનલ સુધીની સફર મુશ્કેલ બની ગઈ હોત, શુભમન ગિલ બાદ સિનિયર ખેલાડી વિરાટ કોહલીએ જવાબદારી લીધી અને ભારતીય ટીમને અમદાવાદમાં મોટા સ્કોર તરફ દોરી ગઈ હતી.

Most Popular

To Top