Vadodara

શિવનગરીમાં આજે શિવોત્સવ

વડોદરા : વડોદરા શહેર આજે વહેલી સવારથી જ શિવમય બનશે. શહેરના તમામ શિવમંદિરોમાં ભક્તો દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરાશે. વડોદરાની આગવી ઓળખ બની ચૂકેલા શિવજી કી સવારી અને શિવજીની મહાઆરતી નિરંતર યોજવામાં આવી રહી છે. સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં ભગવાન સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ મહાદેવની મૂર્તિનું લોકાર્પણ વર્ષ 2002માં બીએપીએસ સંસ્થાના પ્રણેતા બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ મૂર્તિસર્વેશ્વર મહાદેવને સુવર્ણજડિત કરવા માટેના કાર્યનો પ્રારંભ ગત વર્ષે ઓગષ્ટ માસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી  નાયબ મુખ્યમંત્રી  સહિતના મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યો હતો.

ભગવાન સર્વેશ્વર મહાદેવની મૂર્તિની ઉપર ઝીંકના સળીયા તેમજ કોપરનાં સળીયાઓ ઓગાળીને ઢોળ ચઢાવી, તાંબાના પતરાંથી મઢવાનું કામ પૂર્ણ થતાં સંપૂર્ણ મૂર્તિને સુવર્ણ જડીત કરવાની આરંભાઇ છે. ભાવિક ભક્તોને શિવજીના કંઠ સુધી સુવર્ણમુખના દર્શન કરી શકશે.વડોદરાની ઓળખ બની ચુકેલી શિવજીકી સવારી અને મહાઆરતીના આયોજન વિશે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત શિવ પરિવારના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ,જીતેન્દ્ર સુખડીયા બીજેપી શહેર પ્રમુખ ડો.વિજય શાહ, મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદા જોશી  તેમજ શિવ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 2013થી શહેરમાં મહાદેવ શિવજી અને મા પાર્વતીની  સહરિવાર નંદી પર બિરાજીત પ્રતિમાની શિવજી કી સવારી શોભાયાત્રાનું આયોજન કરાઇ રહ્યું છે.

ઉપરાંત વર્ષ 1996થી સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો પ્રારંભ કરાયો હતો. આ મહાઆરતીમાં રાજ્યના મુઝય મંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે અને શિવજીના આશીર્વાદ મેળવશે. છેલ્લા દસ વર્ષે થી સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા મહાશિવરાત્રીને દિવસે શિવ પરિવારની શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રા પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મંદિરે થઈ, ચોખંડી, માંડવી ,ન્યાયમંદિર, લાલકોર્ટ , અમદાવાદી પોળ,  સુરસાગર  તળાવ પર પહોંચશે.  સુવર્ણ  મઢીત શિવ પરિવારનું રસ્તામાં  ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવસે.પૂ. સ્વરૂપ સાવલીવાળા સ્વામીજીની પ્રેરણા અને આશિર્વાદ તથા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શુભાશિષ સાથે 8 વર્ષથી સંસ્કારીનગરી વડોદરાના આંગણે શરૂ કરાયેલી ભવ્ય ધાર્મિક પરંપરાને આગળ ધપાવશે. મહાશિવરાત્રી પર્વે શિવ પરિવાર વાજતે ગાજતે વડોદરાની નગરયાત્રાએ નીકળશે.

Most Popular

To Top