Entertainment

શાહરૂખ ખાને વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં કહ્યું, ‘હું કોઈ લેજેન્ડ નથી…’

નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં જ વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટના (World Governments Summit) મંચ પર જોવા મળ્યા હતા. દુબઈમાં ચાલી રહેલા આ ગ્લોબલ ઈવેન્ટમાં (Global Event) શાહરૂખે ખુલીને વાત કરી હતી. તેમજ દર વખતની જેમ તેમના ટ્રેડમાર્ક વિટ (Trademark wit) અને હ્યુમર (Humor) પણ એકદમ શાર્પ હતા.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાહરૂખના ચાહકો હંમેશા તેમને હોલીવુડની ફિલ્મમાં જોવા માંગે છે. વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં સ્ટેજ પર કાળા સૂટમાં બેઠેલા શાહરૂખને હોસ્ટે પૂછ્યું કે શું તે લોકપ્રિય હોલિવૂડ જાસૂસ હીરો ‘જેમ્સ બોન્ડ’ની ભૂમિકા ભજવવા માંગશે? શાહરૂખે આ પ્રશ્નનો જે જવાબ આપ્યો હતો કે, આ પાત્ર તેમની ટ્રેડમાર્ક સ્ટાઈલનું પરફેક્ટ ઉદાહરણ છે.

શાહરૂખ જેમ્સ બોન્ડ બનવા માંગે છે
સમિટમાં ખાસ વાતચીતનો ભાગ બનેલા શાહરૂખનો પરિચય કરાવતા આ ઇવેન્ટના હોસ્ટે તેમને ‘લેજેન્ડ’ કહ્યા હતા. પરંતુ શાહરૂખે ખૂબ જ રમુજી અંદાજમાં કહ્યું, ‘તમે ખૂબ જ સ્વીટ છો, પણ હું લેજેન્ડ નથી… હું બોન્ડ છું. જેમ્સ બોન્ડ.’

શાહરૂખે કહ્યું, ‘હું બોન્ડ બનવા માંગુ છું, પરંતુ તેના માટે હું ઘણો નાનો છું.’ તેમનો જવાબ સાંભળીને કાર્યક્રમમાં હાજર લોકો ખૂબ હસ્યા. પરંતુ ત્યાર બાદ જ્યારે શાહરૂખને પૂછવામાં આવ્યું કે બોન્ડ ફિલ્મોમાં વિલન બનવા વિશે તેમણે શું વિચાર્યું છે? તો શાહરૂખે કહ્યું, ‘હા, હું આ પ્રકારના રોલ માટે પૂરતો ‘બ્રાઉન’ છું. શાહરુખે એશિયન અને ‘બ્રાઉન’ લોકોને હોલિવૂડની ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં કાસ્ટ કરવા વિશે આ ઉત્તમ પ્રકારનો જવાબ આપ્યો હતો. જેના પર લોકો હસી પડ્યા અને તાળીઓ પણ પાડી હતી.

શાહરૂખ હોલીવુડમાં કેમ કામ નથી કરતા?
મને ક્યારેય કોઈએ આટલું મજબૂત કામ ઓફર કર્યું નથી જે ખૂબ દમદાર હોય. હું હજુ પણ મારા પ્રેક્ષકોની સામે કઇ રીતે એક્ટ ડિલીવર કરું એ શીખી રહ્યો છું. તેમજ હું મારા કાર્યને આગળ કેવી રીતે ફેલાવવાનું શરૂ કરી શકું? મને હોલિવૂડ કે ઈંગ્લેન્ડમાં આવી કોઈ પાવરફુલ ફિલ્મ ઓફર કરવામાં આવી ન હતી.

તેમણે વધુમાં કહ્યું કે, હા સ્લમડોગ મિલિયોનેર હતી. મેં શ્રી બોયલ સાથે ઘણો સમય વિતાવ્યો, તે ખૂબ જ સ્વીટ છે. તે સમયે, હું ટીવી પર ‘કૌન બનેગા કરોડપતિ?’ હોસ્ટ કરી રહ્યો હતો. તેમજ ફિલ્મની વાર્તામાં મને હોસ્ટનું પાત્ર ખૂબ જ નબળું લાગ્યું. શાહરૂખે કહ્યું કે તે વાસ્તવિક જીવનમાં પણ આવો જ શો કરી રહ્યો હતો અને ફિલ્મમાં તેણે હોસ્ટની ભૂમિકામાં બેઈમાની અને છેતરપિંડી કરવી પડી હતી. આ તેને સ્વીકાર્ય ન હતું તેથી તેણે નમ્રતાથી ના પાડી હતી.

Most Popular

To Top