Vadodara

સચિન ઠક્કર હત્યા કેસમાં વપરાયેલી ડાંગ કબ્જે

વડોદરા: ચકચારી સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની એસીપી એચ એ રાઠોડ દ્વારા તસાપનો ધમધમાટ શરૂ કર્યો છે. બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર  અને હત્યાના આરોપી પાર્થ પરીખ, વાસિક અજમેરી તથા વિકાસ લોહાણાને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હુમલો કર્યા બાદ ઝાડીઓ ફેંકી દીધેલી વજનદાર ડાંગ કબજે લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ભાજપના અગ્રણી સચિન ઠક્કરની હત્યા કરનાર ડૉન બાબુલ પરીખના પુત્ર પાર્થ અને બોડીગાર્ડો સાહિલ-વિકાસના ષડયંત્રની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.દંડક બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્યોની રજૂઆતને પગલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના  આપી હોવાનું જણવા મળ્યું છે. એક જમાનમાં કેહવાત ડોન એવા પાર્થના પિતા બાબુલની સંડોવણીની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે હર્ષ સંઘવી ખુદ વડોદરા આવે તેવી વાતો સૂત્રોમાંથી જાણવા મળી રહી છે.

ક્રાઇમના એસીપી રાઠોડ હત્યાના પાર્થ પરીખ સહિતના આરોપીઓને લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા મેદાનની બાજુની ઝાડીમાંથી ડાંગ કબ્જે કરવામા આવી હતી.  હત્યાના આરોપીઓનો ક્રાઇમ સમક્ષ ચોંકાવનારો ખુલાસો થયો છે. જીવેલણ ફટકા મારવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી વજનદાર ડાંગ હત્યારાઓએ પાછા આવી ઝાડીમાં ફેંકી હતી. ક્રાઇમ બ્રાન્ચે એક્ટિવા પણ કબજે લેવામાં આવી છે. જ્યારે જે બિલ્ડિંગ પરથી વીડિયો ઉતારાયો હતો તે તપાસ કરતા જેમણે વીડિયો ઉતારના શ્રમિકો  હાલમાં ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ચકચારી હત્યા કેસના બનાવમાં છેક ગૃહમંત્રી સુધી રજૂઆત કરતા ક્રાઇમ એકશનમાં.

ભાજપાના સ્વ.સચિન ઠક્કરના સમર્થનમાં આજે કેન્ડલ માર્ચ
કારેલીબાગ વિસ્તારમાં આવેલ લોહાણા સમાજ વાડી ખાતે પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થઇને મીટીંગનુ આયોજન કરાયું. બુધવારે મોન રેલી કેન્ડલ માર્ચ રેલી સ્વરૂપે સાંજે 7 કલાકે ટાઇડેન કોમ્પ્લેક્સ થી નીકળશે વધુમાં વધુ સમાજના લોકો મોન રેલી તથા કેન્ડલ માર્ચમાં જોડાઈ તેવું જણાવ્યું હતું અને ચોક્કસ જે રીતના આરોપી એ ઢોર માર મારવાથી સચિન ઠક્કરનું મોત થયું છે તો આરોપીઓને સજા થાય ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહ મંત્રીને હર્ષ સંઘવી પણ આવેદનપત્ર આપશે.

પરિવારને ન્યાય મળે ઠક્કર સમાજ પરિવાર સાથે જ છે તેવું રાજુભાઈ ઠક્કર પ્રમુખે જણાવ્યું હતું અને આવા ગુનાહિત લોકો જેમ કે બાબુલ પરીખ ગુનાહિત બેગરાઉન ખરાબ છે અને તેનો છોકરો પાર્થ પરીખ અને સાથીઓને સજા થવી જોઈએ અને તમામ સમાજ પરિવાર જોડે છે. લોહાણા સમાજે ગુજરાતના ગૃહમંત્રીને પત્ર લખીને સચિન ઠકકરના આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભોગ બનનાર પરિવારને રક્ષણ મળે તેમ પત્રમાં જણાવ્યું હતું. આવતીકાલે બેસણામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ હાજર રહેશે.

Most Popular

To Top