Charchapatra

પવન વેગે દોડતું નકલી સાહિત્ય એટલે અફવા

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.તે પહેલાં શિક્ષણ સંઘ સરકારને રજૂઆત કરી હતી. ગરમીને ધ્યાને રાખીને ઉનાળુ વેકેશન લંબાવવાની વાત કરી હતી. તે પછી કોઈ ચોક્કસ પરિપત્ર કે સરકારે નોટિફિકેશન કર્યું ન હતું. કોણે સમાચાર બનાવી કાઢ્યા, જેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઉપજાવેલી વાત દિવસે ને દિવસે મીડિયામાં વધુ ચમકતી રહી છે. ખરેખર શાળાનું વેકેશન લંબાયું નથી.અફવા ફેલાવનારાં તત્ત્વો આવાં ઘણાં હોય છે.જે વાતને સરકારે પણ નકારી કાઢવી જોઈએ અને દરેક વાલી મિત્રોએ બાળકના શિક્ષણકાર્ય પર ધ્યાન દોરવું જોઈએ. જેથી વાલીઓ યોગ્ય સમયે શારીરિક અને માનસિક રીતે તૈયારી રાખવી જોઈએ. વેકેશન લંબાવવાની વાતમાં દોરવાઈ ન જાય, ચર્ચાપત્રથી એક નાનકડો સંતોષ અને સંદેશ યોગ્ય મળી શકે તે આશયથી શિક્ષણપ્રેમી સર્વ નાગરિકોને શાળા સંકુલમાં જવાની હાર્દિક શુભેચ્છા છે.આઠ તારીખે જ શાળા રાબેતા મુજબ શરૂ થાય છે. સૌ બાળક દેશનું ભવિષ્ય અને રાષ્ટ્રનિર્માણકર્તા છે.
સુરત     -હરીશકુમાર ચૌધરી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top