National

રાઉઝ એવન્યુ કોર્ટે BRS નેતા કવિતાની ED કસ્ટડી 26 માર્ચ સુધી લંબાવી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના (Delhi) કથિત દારૂ કૌભાંડની (Liquor scandal) તપાસ કરી રહી છે. તેમજ આ કેસમાં ઇડીએ શનિવારે 23 માર્ચના રોજ ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પુત્રી કે. કવિતાને (K.Kavita) રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં તેની ED કસ્ટડી 26 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.

જ્યારે કવિતાના વકીલે જામીન અરજી દાખલ કરી ત્યારે ઇડીએ માંગણી કરી હતી કે કે. કવિતાની કસ્ટડી 5 દિવસ લંબાવવામાં આવે પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ લંબાવ્યા હતા. ત્યારે EDએ જણાવ્યું હતું કે કવિતાએ આપેલા નિવેદનોને લઈને તેણીને કંન્ફ્રન્ટ કરાવવાની છે. અમે પહેલેથી જ કહી દીધું છે કે આ સમગ્ર મામલામાં તેણીની ભૂમિકા શું હતી. તેણીએ 100 કરોડની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું. EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે હૈદરાબાદમાં કવિતાના નજીકના સંબંધીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

કવિતા તેના પરિવારને મળી શકશે
રાઉસ એવન્યુ કોર્ટ દ્વારા કે. કવિતાને તેના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તેણી કોર્ટરૂમની અંદર તેણીના પુત્રોને મળી શકે છે. આ પહેલા કોર્ટમાં પ્રવેશતા પહેલા બીઆરએસ નેતા કવિતાએ પત્રકારોને કહ્યું, “મારી ધરપકડ ગેરકાયદેસર છે, હું કોર્ટમાં લડીશ.” આ પહેલા શુક્રવારે (22 માર્ચ) સુપ્રીમ કોર્ટે કે. કવિતાને આંચકો આપતાં જામીન નામંજૂર કર્યા હતા.

EDએ ક્યારે કરી હતી કવિતાની ધરપકડ
EDએ 15 માર્ચે હૈદરાબાદમાં કવિતાની ધરપકડ કરી હતી. તે જ દિવસે તેને દિલ્હી લાવવામાં આવી હતી. તેમજ EDની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. કવિતાની ED કસ્ટડી આજે શનિવારે 23 માર્ચ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ EDએ આરોપ લગાવ્યો છે કે કવિતા ‘સાઉથ ગ્રૂપ’નો ભાગ હતી. જેણે AAP નેતાઓને કથિત રીતે 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. અહેવાલ મુજબ ‘સાઉથ ગ્રુપ’ના ભાગીદારોને ઈન્ડોસ્પિરિટમાં 65 ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top