Sports

હજી પણ આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે ઋષભ પંત, દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર (wicket keeper) અને બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) હેલ્થ અપડેટ (Health Update) સામે આવી રહ્યું છે. ઋષભ પંતને હવે સારવાર માટે દેહરાદૂનથી (Dehradun) મુંબઈ (Mumbai) એરલિફ્ટ (ઓirlifte) કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. પરંતુ સર્જરીના કારણે તેને મુંબઈ ખસેડવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી. મળતી માહિતી અનુસાર ઋષભ પંતને સારી સારવાર અને અસ્થિબંધનની સમસ્યાને કારણે દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. પંત બીસીસીઆઈના ઓર્થોપેડિક ડૉક્ટર ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ રહેશે. આ સાથે જ જો સર્જરીની સલાહ અને જરૂર હોય તો તે ઈંગ્લેન્ડ કે અમેરિકામાં કરી શકાય છે.

હજી પણ આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે ઋષભ પંત, દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો

ઋષભ પંત પોતે કાર ચલાવીને રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો
તમને જણાવી દઈએ કે ઈજાના કારણે ઋષભ પંતને શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો ન હતો. બીસીસીઆઈએ ઋષભ પંતને પુનઃવસન માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા કહ્યું હતું. પરંતુ તે પહેલા તે ક્રિસમસ મનાવવા દુબઈ ગયો હતો. અહીં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

ત્યાર બાદ ઋષભ પંત પરત ઈન્ડિયા ફર્યો અને પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂડકી જઈ રહ્યો હતો. ત્યારે 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂડકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. ઋષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો અને ત્યાર બાદ અચાનક જ કારમાં ભીષણ આગ લાગી હતી.

ઋષભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી
30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે બનેલી ઘટના બાદ સ્થાનિકો લોકોએ ઋષભ પંતને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. અને ત્યારબાદ અહીંથી પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની સતત સારવાર ચાલી રહી છે. પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. આ સાથે જ પંતની કેટલીક સર્જરી પણ કરવામાં આવી છે.

બીસીસીઆઈના ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ તરફથી કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટર હોવાને કારણે તેની ઈજાની સારવાર બોર્ડનો વિશેષાધિકાર છે. તેના ઈજાગ્રસ્ત ઘૂંટણ અને પગની ઘૂંટીનો એમઆરઆઈ થઈ શક્યો ન હતો કારણ કે ત્યાં ઘણો સોજો હતો. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટરને રમતગમત સંબંધિત કોઈપણ ઈજાની સારવાર BCCI નિયુક્ત ડોકટરો દ્વારા જ કરવામાં આવે છે. આ સાથે જ ઋષભ પંતની સારવાર પુનઃવસન ડો. નીતિન પટેલની આગેવાની હેઠળની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રમત અને તબીબી વિજ્ઞાન ટીમની દેખરેખ હેઠળ થશે.

Most Popular

To Top