SURAT

સુરત રેલવે સ્ટેશનના મલ્ટિ ડેવલપમેન્ટ માટે RLDA અને SITCOનો સરવે

સુરત: સુરત રેલવે સ્ટેશનને (Railway Station) મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હબની (Transportation Hub) ટીમ દ્વારા તાજેતરમાં જ સુરત રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આરએલડીએ અને સીટકો દ્વારા એમએમટીએચ દ્વારા રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ (Development) માટે સુરત મનપા તેમજ જીએસઆરટીસી સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં એસડી બસ ડેપોના એરિયાને રેલવે સ્ટેશન સાથે સાંકળવા બાબતે તેમજ રેલવે સ્ટેશનની સામે આવેલી દુકાનો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગત ઓગસ્ટ મહિનામાં ટેન્ડર ભરાયાં હતાં
સુરત રેલવે સ્ટેશનને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાના રૂ.813 કરોડના પ્રોજેક્ટની આગામી સમયમાં બે ફેઝમાં કામગીરી આગળ વધશે. સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાના અને ટુરિઝમ માટે ડેવલપ થનારા મલ્ટિ મોડલ સુરત રેલવે સ્ટેશન માટે ગત ઓગસ્ટ મહિનામાં ટેન્ડર ભરાયાં હતાં. જેનું બીડિંગ એક-બે મહિનામાં ખૂલશે. ત્યાર બાદ ડેવલપમેન્ટની કામગીરીનો તબક્કો શરૂ થશે. રૂ.813 કરોડના ખર્ચે તૈયાર થનારા મલ્ટિ મોડલ રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તાજેતરમાં જ સરવે હાથ ધરાયો છે.

રેલવે સ્ટેશનની પૂર્વ બાજુની બિલ્ડિંગનું ડેવલપમેન્ટ કરવામાં આવશે
ત્યારે આ પ્રોજેક્ટ માટે આગામી બે મહિનામાં બીડિંગ ખૂલશે. સુરત રેલવે સ્ટેશનને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે ટોટલ 3,31,491 સ્ક્વેર મીટરમાં એરિયાને કવર કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રેલવે સ્ટેશનની પૂર્વ બાજુની બિલ્ડિંગનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. બાદ મુખ્ય રેલવે સ્ટેશન બિલ્ડિંગના પ્લેટફોર્મ એરિયાનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. આગામી એક-બે મહિનામાં ટેન્ડર ખૂલશે અને સૌથી ઓછી બોલી લગાવનાર કંપનીને કામગીરી સોંપવામાં આવશે.

Most Popular

To Top