National

રાજ ઠાકરેએ હવે બાંયો ચઢાવી: આ દિવસે લાઉડસ્પીકર સાથે મંદિરોમાં ‘મહા આરતી’ કરશે

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલો લાઉડસ્પીકર(Loudspeaker)નો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. હવે આ વિવાદ વચ્ચે રાજ ઠાકરે(Raj Thackeray)એ મોટી જાહેરાત કરી છે. જેમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 3 મેના રોજ રાજ્યભરના તેના સ્થાનિક મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને ‘મહા આરતી’ કરશે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે રાજ્યભરના તેમના સ્થાનિક મંદિરોમાં ‘મહા આરતી’ કરશે. આ આરતી લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવશે. આ સિવાય MNS પ્રમુખ રાજ ઠાકરે પણ આજે તેમની પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મેના અલ્ટીમેટમ, ઔરંગાબાદમાં 1 મેના રોજ પાર્ટીની બેઠક અને જૂનમાં અયોધ્યા યાત્રાના મુદ્દાઓ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડીજીપી જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગના મુદ્દે આજે તમામ પોલીસ કમિશનર, આઈજી અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

આ પહેલા પણ રાજ ઠાકરેએ આપી હતી ધમકી
લાઉડસ્પીકર વિવાદ મામલે રાજ ઠાકરેએ ધમકી આપતા જણાવ્યું હતું કે, નમાઝ માટે રસ્તા અને ફુટપાથ શા માટે જોઈએ ? ઘરે નમાજ અદા કરો. પ્રાર્થના આપની છે, અમે શા માટે સાંભળીએ. રાજ્ય સરકારને અમે કહેવા માગીએ છીએ કે, અમે આ મુદ્દે પાછીપાની નહીં કરીએ. જો તેમને અમારી વાત સમજમાં નથી આવતી, તો આપની મસ્જિદ સામે અમે હનુમાન ચાલીશા વગાડીશું. આપને જે કરવું હોય તે કરી લો. તેમણે એવું પણ કહ્યું કે, એવુ ક્યા ધર્મમાં છે, જે બીજા ધર્મને તકલીફ આપે છે. અમે મહારાષ્ટ્રમાં રમખાણો નથી ઈચ્છતા. નમાઝ પઢવા સામે કોઈને વાંધો નહોતો. પરંતુ જો તમે (મુસ્લિમો) તે લાઉડસ્પીકર પર કરશો તો અમે પણ તેના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો નથી. 3જી મે પછી હું જોઈશ કે શું કરવું.

નાસિકમાં મોટો નિર્ણય
નાશિક પ્રશાસને આ મામલે મોટો નિર્ણય લીધો છે. લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહી.

Most Popular

To Top