National

રેલવેને માથાનો મળ્યો: 35 રૂપિયાના રિફંડ માટે રાજસ્થાનનો એન્જીનિયર 5 વર્ષ કોર્ટમાં લડ્યો

નવી દિલ્હી: જ્યારે રેલ્વે ટિકિટ બુક કરવામાં આવે છે ત્યારે પેમેન્ટ ગેટવે ચાર્જથી (Payment gateway charge) સર્વિસ ચાર્જ (Service charge) સુધી બધા ચાર્જ ટિકિટમાં કાપી લેવામાં આવે છે અને ટિકિટ કેન્સલ કરાવતા ટિકિટના અમુક ટકા પૈસા રિફંડ (Refund) મળે છે. પરતું રાજસ્થાનના કોટાના રહેવાસી એન્જિનિયર સુજીત સ્વામીએ ટિકિટ કેન્સલ (Cancel) કરવા છતાં રિફંડ ન મળ્યું હતું. ત્યારે તેઓએ પાંચ વર્ષથી અરજીઓ (Requests) દાખલ કરાવતા હતા. અંતે તેઓએ જીતી ગયા અને રેલવેએ (Railway) સર્વિસ ચાર્જના 35 રૂપિયા રિફંડ આપવાનું કહી દીધું છે. પરતું તેમની આ જીતની સાથે બીજા 3 લાખ જેટલા લોકોને પણ ફાયદો (Advantage) થયો છે.

શું છે સમગ્ર ઘટના?
રાજસ્થાનના કોટાના રહેવાસી એન્જિનિયર સુજીત સ્વામીના કહ્યા મુજબ તેમણે એપ્રિલ 2017માં 02 જુલાઈ એટલે કે પાંચ વર્ષ પહેલા ગોલ્ડન ટેમ્પલ મેલમાં કોટાથી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે 01 જુલાઈથી GST અમલમાં આવી હતી. સ્વામીએ 765 રૂપિયામાં ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તેમણે ટિકિટ કેન્સલ કરાવી ત્યારે તેને 65 રૂપિયાને બદલે 100 રૂપિયા કાપીને 665 રૂપિયા રિફંડ મળ્યા હતા. GST લાગુ થયા પહેલા જ તેમણે ટિકિટ કેન્સલ કરાવી હતી. છતાં 35 રૂપિયાનો સર્વિસ ચાર્જ કાપવામાં આવ્યો હતો. તેથી સ્વામી રિફંડ મેળવવા માટે અડગ રહ્યા અને અંતે 5 વર્ષની પછી તેમની અનેક અરજીઓ દાખલ કર્યા બાદ અંતે તેઓ જીતી ગયા. પરતું આ ઘટનામાં મજાની વાત એ છે કે સ્વામીના આ 5 વર્ષના યુદ્ધથી લગભગ 3 લાખ લોકોને ફાયદો થયો છે.

રેલવેએ લગભગ 3 લાખ લોકોને રિફંડ કરવાની મંજૂરી આપી છે
તમને જાણવી દઈએ કે સ્વામીએ રિફંડ મેળવવા માટે ‘માહિતીના અધિકાર (RTI)’નો આસરો લીધો હતો. ઉપરાંત સ્વામીએ છેલ્લા પાંચ વર્ષથી રિફંડ મેળવવા કરેલા કામો વિશે જણાવતા કહ્યું છે કે સર્વિસ ચાર્જના 35 રૂપિયા મેળવવા માટે સ્વામીએ સરકારી વિભાગોને અનેક પત્રો લખ્યા હતા. ઉપરાંત તેમણે લગભગ 50 RTI અરજીઓ દાખલ કરી અને આખરે રેલવેએ સર્વિસ ચાર્જના નામે વસૂલેલા રૂ. 2.43 કરોડ રિફંડ કરવાની મંજૂરી આપી દીધી. આ કરોડો રૂપિયા 2.98 લાખ એટલે કે લગભગ 3 લાખ IRCTC યુઝર્સ પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા. આમાંના ઘણા યુઝર્સે એકથી વધુ વખત ટિકિટ બુક કરાવી હતી અને કેન્સલ પણ કરાવી હતી.

રિફંડ મેળવવા માટે સ્વામીએ સતત ટ્વીટ કર્યા હતા
સ્વામીને રિફંડની મંજૂરી મળવાના સમાચાર પણ RTI જવાબમાંથી જાણવા મળ્યા હતા. RTIએ દાવો કર્યો કે IRCTCએ તેમની એક RTIના જવાબમાં રિફંડની માહિતી આપી છે. IRCTCએ જણાવ્યું હતું કે 2.98 લાખ લોકોને તેમની કેન્સલ કરાવેલી દરેક ટિકિટ પર 35 રૂપિયાનું રિફંડ મળશે. લગભગ 3 લાખ લોકોને IRCTC તરફથી કુલ 2.43 કરોડ રૂપિયાનું રિફંડ મળશે. રિફંડ મળ્યાના અંગ્રે સ્વામીએ જણાવ્યુ હતું કે લગભગ 3 લાખ લોકોને સર્વિસ ચાર્જના 35 રૂપિયા રિફંડ અપાવવામાં તેમનું સતત ટ્વીટ કરવાનું પણ મહત્વનું યોગદાન ધરાવે છે. તમને જણાવી દઈએ કે સ્વામીએ વડાપ્રધાન, રેલ્વે મંત્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, GST કાઉન્સિલ અને નાણા મંત્રીને ટેગ કરીને સતત ટ્વીટ કર્યા હતા.

સ્વામીએ 2 રૂપિયા પાછા મેળવવા માટે પણ લડાઈ કરી હતી
RTI દ્વારા લાંબી લડાઈ પછી સ્વામીને 01 મે 2019 ના રોજ 33 રૂપિયાનું રિફંડ મળ્યું. ત્યારબાદ રૂ. 35ના સર્વિસ ટેક્સના રાઉન્ડ ઓફ વેલ્યુના નામે 2 રૂપિયા કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામીએ આ 2 રૂપિયા પાછા મેળવવાની લડાઈ શરૂ કરી હતી. ગયા અઠવાડિયે શુક્રવારે તેમને આમાં પણ સફળતા મળી. IRCTCના એક વરિષ્ઠ અધિકારીએ તેમને 35 થી 2.98 લાખ વપરાશકર્તાઓને પૂરા 35 રૂપિયા રિફંડ આપવા વિશે વિશે માહિતી આપી હતી. સ્વામીએ કહ્યું હતું કે તેમને IRCTC તરફથી 2 રૂપિયાના રિફંડ અંગે એક મેઇલ પણ મળ્યો હતો અને તે પછી સોમવારે બેંકની વિગતો મોકલી આપવા પર તેમણે 2 રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top