World

આ દુનિયાની એવી જેલો છે જ્યાં કેદી જીવે છે લગ્ઝરી લાઈફ, ઘોડેસ્વારી-ફિશિંગ પણ કરે છે

નવી દિલ્હી: જેલ (Prison)નું નામ સાંભળ્યા બાદ લોકોના મનમાં એવો જ વિચાર આવે કે એવી જગ્યા પર સજા ભોગવવી પડશે. જ્યાં ખૂબ જ ઓછી સુવિધાઓ રહેશે અને 24 કલાક ચાર દિવાલોની વચ્ચે એક જ રૂમમાં રહેવું પડશે પણ દુનિયામાં કેટલીક જેલ એવી છે જ્યાં સજા(Punishment) ભોગવવા પર પશ્ચાતાપ નહીં થાય. તો ચાલો આજે તમને કેટલીક એવી જ જેલો વિશે જણાવીએ. જ્યાં સજા ભોગવી રહેલા કેદીને પર્સનલ રૂમ (Personal Room) થી લઈને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે.

બસ્ટોય પ્રિજન, નોર્વે
નોર્વેના Osloford માં આવેલા બસ્ટોય આઈલેન્ડ પર બનેલી આ જેલ દુનિયાના આલિશાન જેલોમાંથી એક છે. આ જેલમાં કેદીઓને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. અહીં મનોરંજનના પણ ભરપૂર સાધન છે. ટેનિસ, ઘોડેસ્વારી, ફિશિંગ અને સનબાથ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાના કારણે કેદીઓને જેલમાં હોવાનો થોડો પણ અનુભવ થતો નથી. અહીં કેદીઓને જેલની અંદર નહીં પણ કોટેજમાં રાખવામાં આવે છે.

HMP અડ્ડેવેલ્લ, સ્કોટલેન્ડ

આ જેલને લર્નિંગ પ્રિજન પણ કહેવામાં આવે છે. અહીં કેદીઓને અઠવાડિયામાં 40 કલાક કંઈકને કંઈક નવી સ્કીલ શીખવાડવામાં આવે છે. જેથી આ કેદી બહાર નીકળ્યા પછી સારી કમાણી કરી શકે અને એક સારું જીવન જીવી શકે.

ઓટાગો કરેક્શન ફેસિલિટી, ન્યૂઝીલેન્ડ
આ જેલમાં પણ કેદીઓના સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવે છે. કેદીને કોઈને કોઈ એક્ટિવિટીમાં આટલો એક્સપર્ટ બનાવવામાં આવે છે કે જ્યારે તે જેલથી બહાર જાય ત્યારે એક સારું જીવન જીવનાર વ્યક્તિ બની શકે.

જસ્ટિસ સેન્ટર લોબેન, ઓસ્ટ્રિયા
ઓસ્ટ્રિયાના આ જેલમાં દરેક કેદીને એક પર્સનલ રૂમ આપવામાં આવે છે. આની સાથે જ તેમણે પ્રાઈવેટ બાથરૂમ પણ મળે છે. કેદીઓના રૂમમાં એક કિચન અને એક ટીવી પણ હોય છે. તમામ કેદીઓને જિમ અને બાસ્કેટબોલ કોર્ટની સુવિધા પણ આપવામાં આવે છે.

અરજુએજ પ્રિજન, સ્પેન
આ જેલમાં કેદી પોતાના પરિવારની સાથે પણ રહી શકે છે. જે કેદીઓના બાળકો નાના છે. તેમણે આ સુવિધા આપવામાં આવે છે. જેથી તેઓ પોતાના પેરેન્ટહુડથી વંચિત ન રહી જાય. બાળકો માટે જેલથી લઈને પાર્ક સુધી દરેક સુવિધા છે.

ચૈંપ ડોલોં પ્રિજન, સ્વીટ્ઝરલેન્ડ
આ જેલમાં કેદી એક રૂમમાં રહે છે. અહીં એક રૂમમાં 3 કેદીઓને રાખવામાં આવે છે. આ રૂમમાં કોઈ હોટેલના રૂમ કરતાં ઓછા નથી.

જેવિએ હ્યુસબયૂટેલ પ્રિજન, જર્મની

આ જેલમાં રહેતા કેદીઓના ઘરમાં મળતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. એટલે જ આ જેલ દુનિયાના બેસ્ટ પ્રિજનમાં શામેલ છે.

સોલંટના પ્રિજન, સ્વીડન
આ જેલમાં કેદીઓ માટે પ્રાઈવેટ સેલ, આરામદાયક બેડ, અટેચ બાથરૂમ અને કિચનની સુવિધા આપવામાં આવે છે.

Most Popular

To Top