National

ઓપી રાજભર NDAમાં જોડાયા, ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી જાણકારી આપી

યુપી: મહારાષ્ટ્ર (Maharastra) પછી હવે યુપીનાં (UP) રાજકારણમાં (Politics) પલ્ટો આવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી (Election) પહેલા યુપીમાં વિપક્ષને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. યુપીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર NDAમાં સામેલ થઈ ગયા છે. તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. જે બાદ મહાગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી છે.

અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હું ઓમ પ્રકાશ રાજભરને દિલ્હીમાં મળ્યો અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું. રાજભરજીના આગમનથી ઉત્તર પ્રદેશમાં NDA મજબૂત થશે અને મોદીજીના નેતૃત્વમાં NDA દ્વારા ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.

રાજકારણમાં ઓપી રાજભરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી
યુપીના રાજકીય વર્તુળોમાં ઓપી રાજભરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. એવું માનવામાં આવતું હતું કે તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. અમિત શાહને મળ્યા પહેલા ઓપી રાજભરે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય મોટા નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ઓપી રાજભર ટૂંક સમયમાં જ બીજેપી ગઠબંધનમાં જોડાવાની જાહેરાત કરશે.

રાજભરે 2022ની ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કર્યું હતું
રાજભરે 2022ની ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કર્યું હતું.આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઓમપ્રકાશ રાજભરની પાર્ટીએ યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. રાજભરે અખિલેશ સાથે મળીને ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. તેણે જીત માટે ઘણી રણનીતિ બનાવી અને યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચૂંટણી પરિણામો બંને માટે નિરાશા લાવ્યા હતા. ત્યાર પછી ભાષણબાજીથી વાતાવરણ ગરમાયું અને ઓપી રાજભર અને અખિલેશ વચ્ચે રાજકીય અંતર વધતું ગયું. રાજભરે અનેક પ્રસંગોએ બસપાના વડા માયાવતીને પણ સમર્થન આપ્યું હતું. તેઓ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

Most Popular

To Top