Gujarat

વડાપ્રધાન વતનમાં: WHOના ડીજીને પ્રધાનમંત્રી મોદીએ આપ્યું આ અનોખું નામ

ગાંધીનગર: વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓએ ગાંધીનગર(Gandhinagar)ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન 2022(Global Ayush Investment and Innovation Summit 2022)નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાત્મા મંદિર (Mahatma Mandir)માં આ વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાયું છે.

સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ ઉપસ્થિત છે.

WHOના વડાને લાગ્યું ગુજરાતીનું ઘેલું, ફરી ગુજરાતી ભાષામાં કર્યું સંબોધન
WHO ના ડીજીએ મહાત્મા મંદિર ખાતેના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યુ કે, હું મહાત્મા ગાંધીની ભૂમિ પર આવીને ખુશી છે. WHO ચીફ બોલ્યાં કે કેમ છો બધા, મજામાને, તેમણે એવું પણ કહ્યું કે મને ગુજરાત આવીને ઘણુ સારુ લાગ્યું છે. ગુજરાતીમાં વાત કરવાની તેમની આ સ્ટાઈલને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. લોકોને તેમની ગુજરાતી ખૂબ પસંદ પડી.

WHOનાં ડીજીને તુલસીભાઈ નામ આપ્યું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે એક ખુશનીના સમાચાર આપવા માગું છું. WHO ના એમડી વિશે કહ્યું કે તેમણે મને જણાવ્યું હતું કે મને નાનપણમાં શિક્ષણ ભારતીય શિક્ષેક આપ્યું હતું અને તેનો મને ગર્વ છે. તેમણે મને કહ્યું હતું કે હું પાકો ગુજરાતી બની ગયો છું, મારું નામ ગુજરાતી રાખી દો, હું આજે મહાત્માની ભૂમિ પર તેમનું નામ તુલસીભાઈ રાખું છું.

ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો: પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, આપણે ઘણી વાર જોયું છે કે, વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે રોકાણ સમિટ યોજાતી હોય છે. પરંતુ આયુષ ક્ષેત્ર માટે આ પ્રકારની સમિટ પ્રથમ વખત યોજાઈ રહી છે. આવા રોકાણ સમિટનો વિચાર મને એવા સમયે આવ્યો જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે હલચલ મચી ગઈ હતી. આપણે બધા જોયુ કે, કેવી રીતે આયુર્વેદિક દવાઓ, આયુષ ઉકાળો અને આવા ઘણા ઉત્પાદનો લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી રહ્યા હતા.

ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો છે. એક રીતે જોઈએ તો ભારતમાં આજે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. મને ખાતરી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં આયુષ સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન તરીકે ઉભરી આવશે.

ત્રણ દિવસ સુધી સંમેલન ચાલશે
ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે.

Most Popular

To Top