National

મોદી પર BBCની શ્રેણી પર સ્વતંત્ર તપાસની માગ કરતી અરજી દાખલ કરાઈ

લંડન: નવી ઓનલાઈન અરજીમાં (Online application) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં બ્રિટનમાં જાહેર પ્રસારણકર્તા તરીકેની તેની ફરજોમાં બીબીસી (BBC) દ્વારા ‘ગંભીર ભંગ’ની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી હતી. ચેન્જ.ઓઆરજી વેબસાઈટ પર ‘બીબીસીમાં મોદી ડોક્યુમેન્ટ્રી પર સ્વતંત્ર તપાસ માટે હાકલ કરાઈ હતી, જે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની (બીબીસી) ‘સંપાદકીય નિષ્પક્ષતાના ઉચ્ચ ધોરણો’ને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ભારે ટીકા કરે છે, તેમાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ સહી કરી છે.

  • અરજીમાં સંપાદકીય નિષ્પક્ષતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ બીબીસીની ભારે ટીકા કરાઈ
  • અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ સહી કરી

અરજીમાં ‘ભારતઃ ધ મોદી ક્વેશ્ચન’નો ઉલ્લેખ કરાયો છે, જેનો પહેલો ભાગ ગયા અઠવાડિયે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને બીજો મંગળવારે પ્રસારિત થવાનો છે. ‘ભયંકર પ્રચાર પત્રકારત્વ જે તેના દર્શકોને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપે છે’ એમ અરજીમાં કહેવાયું હતું. ‘અમે બીબીસી બોર્ડને જાહેર સેવા પ્રસારણકર્તા તરીકે પોતાની ફરજોમાં ભંગ થવાના મુદ્દે સ્વતંત્ર તપાસની અને સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરવાની માગ કરીએ છીએ.

અરજીમાં સાથે જ બ્રિટનના સ્વતંત્ર મીડિયા વોચડોગ, ઓફિસ ઓફ કમ્યુનિકેશન્સને (ઓએફસીઓએમ) સામગ્રીના ધોરણોને સુરક્ષિત રાખવામાં વારંવાર નિષ્ફળ જવા બદલ બીબીસીને જવાબદાર ઠરાવવાની માગ કરાઈ હતી, અરજી મુજબ આ ધોરણોથી પૈસા ચુકવનાર દર્શકોનો વિશ્વાસ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત બીબીસી સાથે જરૂરી સુધારાઓ અને સ્પષ્ટતા અંગે પણ ચર્ચા કરવાની માગ કરાઈ હતી.

અરજીમાં બીબીસીની આ શ્રેણીને પ્રસારિત કરવાના સમય અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે 21 વર્ષ બાદ કથિત અહેવાલમાં કંઈ નવું નથી અને નિર્માતાઓ પૂર્વનિર્ધારીત તારણ દર્શાવે છે. આ શ્રેણી એવા સમયે આવી છે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન મોદીને 2002 રમખાણોમાં આ જ આરોપોમાંથી ક્લીન ચિટ આપી હતી.

Most Popular

To Top