Dakshin Gujarat

પારડી પરિયા રોડ પર બાઇકને ટક્કર મારી ટ્રક રોડની સાઈડમાં લટકી ગઇ

પારડી: (Pardi) પારડી-પરિયા રોડ (Road) સ્મશાન પાસે ટ્રકે (Truck) બાઇકને (Bike) ટક્કર મારી ટ્રક ખાડીમાં પલટી મારતા અડધી લટકી ગઈ હતી. જ્યારે બાઈક સવાર બંને યુવાનને ઇજા પહોંચતા મોહનદયાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિયા રોડથી ટ્રકનો ચાલક ટ્રક પૂરપાટ ઝડપે ટ્રક હંકારી લાવી સ્મશાન પાસે બાઇકને અડફેટે લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો.

  • ટ્રકનો ચાલક ટ્રક પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
  • વધુ સ્પીડને કારણે ખાડીના પુલ પરથી ટ્રક ખાબકી અડધી લટકી પડી

બાદમાં ટ્રકની વધુ સ્પીડને લઈ સ્મશાન સામે આવેલી ખાડીના પુલ પરથી ટ્રક ખાબકી અડધી લટકી પડી હતી. આ અકસ્માતમાં સ્મશાનની દીવાલને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બાઇક સવાર પરિયા બરવાડી મોરા ફળિયામાં રહેતો દેવાંગ મહેશ હળપતિ અને સંદીપ મહેન્દ્ર હળપતિ બંનેને ઈજા પહોંચતા પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ હાઇવે પર રસ્તામાં ભેંસ આવી ને, અકસ્માત સર્જાયો
વલસાડ : શહેરી વિસ્તાર બાદ હવે નેશનલ હાઇવે પર પણ ઢોર ખુલ્લેઆમ રખડી રહ્યા છે. જેના કારણે અનેક લોકોના જીવ પર ખતરો તોળાઇ રહ્યો છે. આવો જ ખતરો મુંબઇના ડોક્ટર પરિવારને વલસાડ નજીક હાઇવે પર નડ્યો હતો. જોકે, તેમનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. તેમની કાર વચ્ચે ભેંસ આવી જતાં તેમણે બ્રેક મારી અને પાછળથી આવતી ટ્રકે તેમની કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

  • શહેરી બાદ હવે હાઇવે પર પણ ખુલ્લેઆમ રખડી રહેલા ઢોરો
  • મુંબઇના ડોક્ટર પરિવારનો અકસ્માતમાં આબાદ બચાવ

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મુંબઇ બોરીવલીમાં રહેતા ડો.પ્રકાશચંદ્ર હુકમેચંદ જૈન કાર લઇ રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા. ત્યારે વલસાડ નજીક ગુંદલાવ પાસે હાઇવે નં. 48 પર અચાનક તેમની કાર આગળ ભેંસ આવી જતાં તેમણે પોતાની કારને બ્રેક મારી હતી. ત્યારે પાછળથી આવતી એક ટ્રકનો ચાલક પણ પોતાની સ્પીડ કાબુ કરી નહીં શકતા તેણે પોતાની ટ્રક કાર સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ડોક્ટર પરિવારની કારને મોટું નુકશાન થયું હતુ, પરંતુ સદનસીબે તેમના પરિવારને કોઇ જાનહાનિ પહોંચી ન હતી. આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top