National

ભારતીય રેલવેએ વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન ‘મેજિક ટ્રેન ઓફ ઈન્ડિયા‘ બનાવી

નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ (Indian railway) વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન (Hospital train) બનાવીને ઈતિહાસ રચ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર લાઈફલાઈન એક્સપ્રેસ (Lifeline express) ભારતની એકમાત્ર અને વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં તબીબી સહાય પૂરી પાડવાનો છે. આ હોસ્પિટલ ટ્રેનનું નામ ધ લાઈફલાઈન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. પહેલા આ ટ્રેનનું નામ જીવનરેખા એક્સપ્રેસ હતું.

  • છેલ્લા 23 વર્ષોથી ભારતમાં કાર્યરત
  • ટ્રેનમાં બનેલી પહેલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

મેજિક ટ્રેન ઓફ ઈન્ડિયા
1991માં શરૂ થયેલી લાઈફલાઈન એક્સપ્રેસે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો છે. છેલ્લા 23 વર્ષોમાં આ ટ્રેને બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી બંગાળ અને કેરળ સહિત સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો છે. લાઈફલાઈન એક્સપ્રેસને મેજિક ટ્રેન ઓફ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેન ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતીય રેલવેના સહયોગથી ચલાવવામાં આવે છે. આ વિશેષ ટ્રેન ભારતના વિવિધ ભાગોમાંથી પસાર થાય છે. કોરોના મહામારીના યુગમાં આ પહેલ સૌથી અસરકારક માનવામાં આવી હતી.

લાઈફલાઈન એક્સપ્રેસમાં દર્દીઓ માટે મફત સારવાર
આ એક રીતે ટ્રેનમાં બનેલી પહેલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ ટ્રેનમાં દર્દીની સારવાર માટે સંપૂર્ણ સુવિધાઓ છે. લાઈફલાઈન એક્સપ્રેસમાં દર્દીઓ માટે મફત સારવાર છે. આ ટ્રેનમાં ટેક-સમૃદ્ધ સુવિધાઓ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સારી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં લાઈફલાઈન એક્સપ્રેસ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર કાર્યરત છે.

કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે?
આ ટ્રેનમાં સાત કમ્પાર્ટમેન્ટ છે. આ ટ્રેનમાં બે આધુનિક ઓપરેશન થિયેટરો પણ છે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફ રૂમ અને પાંચ ઓપરેટિંગ ટેબલ સહિતની તમામ સુવિધાઓ ટ્રેનમાં ઉપલબ્ધ છે. ટ્રેનના દરેક કોચમાં મેડિકલ વોર્ડ, પાવર જનરેટર, ઓક્સિજન અને અન્ય મેડિકલ સુવિધાઓ આપવામાં આવી છે. આ સાથે આ મેડિકલ ટ્રેનમાં પેન્ટ્રીની સુવિધા પણ છે. ઘણી ખાનગી અને જાહેર સંસ્થાઓ વિવિધ રાજ્યોમાં તેના પ્રોજેક્ટ્સને સ્પોન્સર કરે છે. એટલું જ નહિ આ ટ્રેનથી પ્રેરણા લઈને બાંગ્લાદેશ અને કંબોડિયામાં પણ બોટ પરની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top