Sports

ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ઘમકી, કહ્યું વર્લ્ડકપમાં જોરદાર ઘમાકો થશે

પંજાબ: એક તરફ કે જ્યાં વર્લ્ડ કપનું (Worldcup) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકોમાં હમણાંથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી છે. ગુજરાતમાં ઓક્ટોબરમાં શરૂ થનાર વર્લ્ડકપ અંગે ધમકી આપતા પન્નુએ કહ્યું છે આ વર્લ્ડકપને અટકાવી દો નહિંતર જોરદાર હુમલો થશે. આ પછી પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ એક વીડિયો શેર કરીને કહ્યું છે ભારતમાં યોજાનાર વર્લ્ડકપ 2023ને અટકાવી દેવામાં આવે નહિં તો મોટો હુમલો થશે. આ ઉપરાંત તેણે વીડિયોમાં જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવામાં આવશે. આ પછી પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

પન્નુએ પંજાબના બરનાલાના ડેપ્યુટી કમિશ્નરની ઓફિસ અને તેમના ઘરની બહાર ખાલિસ્તાના ઝિંદાબાદ તેના કાર્યકરો પાસે લખાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ વન વિભાગ અને સીએમ ભાગવંત માનના સરકારી બેનર પર પણ ખાલિસ્તાન ઝિંદાબાદ લખાવ્યું હતું. જાણકારી મળી આવી છે કે પન્નુની સિખ ફોર જસ્ટીસ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

પન્નુએ પોતાની મૃત્યુની ખબરને નકારી કાઢી હતી અને વીડિયો શેર કર્યો હતો
થોડાં દિવસ પહેલા પન્નુનાં મોતની ખબર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતુ કે USમાં રોડ અકસ્માતમાં પન્નુનું મોત થયું હતું જો કે આ પછી પન્નુએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કહી રહ્યો છે કે, “હું સંયુક્ત રાષ્ટ્રની ઓફિસની બહાર ઊભો છું, આ તે જગ્યા છે જ્યાં એક દિવસ ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવશે. તેના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અહીં કોઈ ડર નથી. જેને મને મળવું હોય મને મળવા આવી શકે છે. હું ન્યૂયોર્કમાં છું.” વીડિયોના અંતમાં પન્નુએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા છે.

ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યો
જણાવી દઈએ કે પન્નુને ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ભારત સરકારે 1 જુલાઈ 2020ના રોજ UAPA કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. જુલાઈ 2020માં પંજાબ પોલીસે પન્નુ વિરુદ્ધ અમૃતસર અને કપૂરથલામાં રાજદ્રોહના કેસ નોંધ્યા હતા. પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો.

Most Popular

To Top