Dakshin Gujarat

સુરત શહેરમાં લાખોના દારૂની રેલમછેલ થવાની હતી અને પોલીસ પહોંચી ગઈ

પલસાણા: (Palsana) કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને મળેલી બાતમીના આધારે વાંકાનેડા ગામની (Village) સીમમાં એક ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. સુરત શહેરમાં દારૂ (Alcohol) કાર્ટિંગ થાય એ પહેલા જ પોલીસે સ્થળ પર જઇ ૧.૮૨ લાખના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • વાંકાનેડામાં કાર્ટિંગ થાય એ પહેલાં જ ૧.૮૨ લાખના દારૂ સાથે બે ઝડપાયા
  • સુરત શહેરમાં દારૂ કાર્ટિંગ થાય એ પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, સુરત શહેરસ્થિત સરદાર માર્કેટ નજીક રહેતો બબલી ગૌરવ પલસાણાના વાંકાનેડાની સીમમાં માજીસા કાર્ગો કંપનીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પર ટેમ્પો નં.(એમએચ ૦૪ એલઇ ૩૯૭૯)માં દારૂ ભરી સુરત શહેર ખાતે કાર્ટિંગ કરવાની પેરવીમાં છે. જેના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ૧,૮૨,૪૦૦નો દારૂ, મોબાઇલ નંગ-૨ કિંમત ૨૦ હજાર તથા ટેમ્પો, રિક્ષા તથા એક મોપેડ મળી કુલ ૬,૪૭,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે નીલેશ પાટીલ (ઉં.વ.૩૯) (૨હે., સાંઇ સરોવર સોસાયટી, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે., મહારાષ્ટ્ર) તથા મદન હીરાલા ચૌહાણ (ઉં.વ.૨૩) (૨હે.., શ્રીવાસ્તુ સોસાયટી, કલ્યાણ રોડ, ભીવંડી, મહારાષ્ટ્ર, મૂળ રહે., બિહાર)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂ મોકલનાર તથા મંગાવનાર બબલી ગૌરવ (રહે., સરદાર માર્કેટ, રાજુનગર, સુરત) તથા મોપેડચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

સોનગઢના મલંગદેવ આઉટપોસ્ટ પાસે રૂ.૧.૮૭ લાખના દારૂ સાથે કાર ઝડપાઈ, બે વોન્ટેડ
વ્યારા: સોનગઢ તાલુકામાં ચિમેર ગામથી ઘુસરગામ તરફ જતા માર્ગે મલંગદેવ આઉટપોસ્ટ પાસેથી તા.૨૫/૦૪/૨૦૨૩નાં રોજ સાંજે ૫:૩૦ વાગ્યાનાં અરસામાં હ્યુંડાઇ કારમાંથી રૂ. 1.87 લાખનો દારૂ ઝડપાયો છે. કારની સાચી નંબર પ્લેટ જીજે ૦૧ આરજી ૯૬૦૮નાં બદલે તેના પર ખોટો નં. એમએચ ૪૩ બીએ ૨૧૪૨ લગાવી તેમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરાઈ રહી હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂની નાની- મોટી બાટલી નંગ ૯૫૮ કિ.રૂ. ૧,૮૭,૩૫૦નો પ્રોહી. મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ઇંગ્લિશ દારૂ કિ.રૂ. ૧,૮૭,૩૫૦ તથા ગાડીની કિ.રૂ. ૩.૫૦ લાખ મળી કુલ્લે રૂ. ૩.૫૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ દારૂની હેરાફેરી પ્રકરણમાં પોલીસે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

Most Popular

To Top