નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે આજે દુબઈમાં (Dubai) ખેલાડીઓની હરાજી (Auction) કરવામાં આવી રહી છે. આ મીની હરાજીમાં 332...
અમદાવાદ: આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉલટફેરો થવા માંડી છે. આજે કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો હતો. ખંભાતના...
ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava)...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સરકાર પણ ચિંતામાં...
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલના (NewCivilHospital) ગંભીર બેદરકારીના લીધે વધુ એક દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે...
સુરત (Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Ramamandir) નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ...
( હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેત્તા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને...
ભારત વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે. ભારતની રાષ્ટ્રીય આવક પાંચ ટ્રીલીયન ડોલર વાર્ષિક થવા તરફ ગતિ કરી રહ્યું છે. આ...
હાલ થોડા દિવસ પહેલા જાપાનના દરિયા કિનારે હજારો ટન મરેલી માછલીઓ તણાઇ આવી હતી. આ એના ત્રણ મહિના પછી બન્યું છે જ્યારે...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના (Raam Mandir Trust)...
નવી દિલ્હી: ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 6.2 માપવામાં...
નવી દિલ્હી: એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના 76 સાંસદોને આજે સંસદમાંથી (Parliament) સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા. જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો...
ભરૂચ: ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા ભરૂચ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. પશ્ચિમ રેલ્વેના ભરૂચ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ ફરી એકવાર સીએમ...
સુરત: સુરત ઉધનામાં (Udhana) એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના બની છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદ્દાખના (Ladakh) કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે બપોરે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પૂંછ, કિશ્તવાડ,...
અમેરિકા: આવતા વર્ષે એટલે કે 2024માં અમેરિકા (America) ફરી પોતાનો સ્પેસ શટલ (Space Shuttle) પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ...
સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે....
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ...
અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો (Ram Mandir) અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) સુરક્ષા ક્ષતિના મામલે વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં...
બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય...
મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) આજકાલ ખૂબ જ ચર્ચિત શો બન્યો છે. શોમાં...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (GyanvapiMasjid) કેસમાં (Case) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ...
નવી દિલ્હી: કોરોના વાયરસે (Covid19) ફરી એકવાર ભારતથી (India) લઈને સિંગાપોર (Singapore) સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના...
સુરત(Surat): કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં (FarmHouse) રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ (Firing) થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો....
સુરત: સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા....
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર કાર પાસે એક શેરડી ભરેલ ટ્રક...
સુરત: શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયેલા બે કિશોર વયના બાળકોનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે....
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે આજે દુબઈમાં (Dubai) ખેલાડીઓની હરાજી (Auction) કરવામાં આવી રહી છે. આ મીની હરાજીમાં 332 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે, જેમાં 216 ભારતીય અને 116 વિદેશી ખેલાડીઓ છે. આ 332 ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે. લિસ્ટમાં 23 એવા ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
વર્લ્ડકપમાં ભારતની હાર માટે જવાબદાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીઓમાં હોડ લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડને હૈદરાબાદે ખરીદયો હતો તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ભારે જંગ જોવા મળ્યો હતો.

આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કમિન્સને ખરીદવા હોડ લાગી હતી. આખરે કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ ચૂકવી ખરીદયો હતો. આ સાથે જ પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. જોકે, સૌથી મોંઘા ખેલાડી તરીકેનો પેટ કમિન્સનો રેકોર્ડ થોડા જ કલાકોમાં તૂટી ગયો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદયો છે.
કમિન્સ બાદ સૌથી વધુ રકમ મિશેલ અને હર્ષલ પટેલને મળી છે. ડેરીલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મિશેલે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે બે સદી ફટકારી હતી. હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
હેરી બ્રુક (Harry Bruke) આઈપીએલની આગામી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે. ઇંગ્લિશ ક્રિકેટર હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બ્રુક ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો (SunrisersHaydrabad) ભાગ હતો. બ્રુકની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
શ્રીલંકાના વાનિંદુ હસરંગાને પણ સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હસરંગાની મૂળ કિંમત માત્ર 1.5 કરોડ રૂપિયા હતી. ટ્રેવિસ હેડને (Travis Head) સનરાઇઝર્સે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિન રવિન્દ્રને (RachinRavindra) ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રવિન્દ્રની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.
શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાર્દુલની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે રૂ. 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે. અઝમતુલ્લા ઓમરઝાઈ અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડમાં ખરીદયો હતો. હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયર પ્રથમ રાઉન્ડમાં વેચાયા વગરનો રહ્યો હતો. નાયરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ પણ પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો છે. સ્મિથની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. સ્ટાર બેટ્સમેન મનીષ પાંડે પણ અનસોલ્ડ રહ્યો છે. મનીષ પાંડેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.