World

ઉરી અને પુલવામાં એટેકના માસ્ટરમાઇન્ડ હબીબુલ્લાહને ઠાર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહની (Habibullah) પાકિસ્તાનમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારી હત્યા (Murdered) કરવામાં આવી હતી. પરંતુ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહને કોણે ગોળી મારી તે જાણી શકાયું નથી. આતંકવાદી હબીબુલ્લાહ લશ્કર-એ-તૈયબાના (Lashkar-E-Taiba) ચીફ હાફિઝ સઈદનો જમણો હાથ (Right Hand) હતો. તેમજ તેની હત્યા સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

 મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ દાઉદ ઇબ્રાહીમ હાલ કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો મુજબ તેને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. દરમિયાન ભારત માટે આ એક રાહના સમાચાર છે કે, પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હબીબુલ્લાહને એક બંદૂકધારીએ નિશાન બનાવીને ઠાર કર્યો હતો. લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહ વિશે કહેવાય છે કે તે પાકિસ્તાનમાં લોકોને આતંકવાદી બનવા માટે પ્રેરિત કરતો હતો. આ સાથે જ તેણે ઘણાં માસુમ લોકોને લશ્કર-એ-તૈયબામાં ભર્તી કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ અત્યાર સુધીમાં લગભગ 23 આતંકીઓને અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યા છે.

આ વર્ષે પાકિસ્તાનમાં ઘણા ખતરનાક આતંકવાદીઓ અને ખાલિસ્તાનીઓ માર્યા ગયા છે. આ ભારતના દુશ્મનોમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હબીબુલ્લાહ પણ ઉમેરાયો છે. અહવાલો મુજબ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના જમણા હાથ હબીબુલ્લાહની રવિવારે સાંજે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કરી ઠાર કર્યો હતો.

હબીબુલ્લાહ ભારતના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો. આ હુમલો 2016માં થયો હતો. ત્યારબાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી ઘણાં આતંકવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં જ પાકિસ્તાનમાં લગભગ એક ડઝન આતંકવાદીઓને ઠાર કરાયા છે. આ આતંકવાદીઓમાં બિલાલ મુર્શીદ, અકરમ ગાઝી, અબુ કાસિમ જેવા ઘણા ખતરનાક આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

કોણ હતો હબીબુલ્લાહ ખાન?
આતંકવાદી હબીબુલ્લાહને ખાન બાબા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તેની પખ્તુનખ્વા પ્રાંતમાં ટાર્ગેટેડ હુમલામાં હત્યા કરાઇ છે. હબીબુલ્લાહ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો નજીકનો જમણો હાથ હતો. સાથે જ તે લશ્કર-એ-તૈયબા માટે યુવાનોની ભર્તી અને તાલીમ આપવા અને ભારતમાં આતંકવાદી હુમલા કરવા તેમને સરહદ પાર મોકલવાનું કાર્ય કરતો હતો. 2016ના ઉરી હુમલાની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં હબીબુલ્લાહ મુખ્ય સુત્રધાર હતો. આ હુમલામાં લગભગ 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. આટલું જ નહીં પણ તે 2020 નાગરોટા જમ્મુ એન્કાઉન્ટરમાં પણ સામેલ હતો. હબીબુલ્લાહ પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય દાવર ખાન કુંડીના પિતરાઈ ભાઈ હતો. આ સાથૈ જ કહી શકાય કે તેની પાસે પોલીટીકલ બેકગ્રાઉન્ડ પણ હતું.

Most Popular

To Top