Entertainment

KWK 8: કરણના શોમાં ધમાલ માચવશે બાજીરાવ સિંઘમ અને નિર્દેશક રોહિત શેટ્ટી, પ્રોમો રિલીઝ

મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) આજકાલ ખૂબ જ ચર્ચિત શો બન્યો છે. શોમાં અત્યાર સુધીના એપિસોડ્સમાં ખૂબ જ લોકપ્રિય અને જાણીતા સિતારાઓએ આવી ચુક્યા છે. ત્યારે હવે કરણના આ ચેટશોમાં વરુણ-સિદ્ધાર્થ બાદ બે મિત્રો આવી રહ્યા છે. કોફી વિથ કરણ કરણના આ સિઝનના આગામી એપિસોડનો પ્રોમો રીલિઝ થઇ ગયો છે. જેમાં કરણ સાથે અજય દેવગન (Ajay Devgan) અને તેમના મિત્ર રોહિત શેટ્ટી (Rohit Shetty) જોવા મળશે.

જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી કરણ જોહર સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. પ્રોમોની શરૂઆતમાં કરણે રોહિત અને અજયનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. નવા પ્રોમો વીડિયોમાં કરણ જોહર શોના મહેમાનો અજય દેવગન અને રોહિત શેટ્ટીને રસપ્રદ પ્રશ્નો પૂછતો જોવા મળે છે. કરણ અજય દેવગનને તેની સફળતા વિશે સવાલ કરે છે. જેના પર રોહિતે જવાબ આપ્યો અને કહ્યું કે ફિલ્મ બ્લોકબસ્ટર હોય કે ન હોય, અજય અને સલમાન ઘણીવાર સેટ પર પોતાની વેનની બહાર મસ્તી કરતા જોવા મળે છે.

કરણ જોહરે રોહિતને રણવીર સિંહ સાથે વધુ સહયોગ કરવા વિશે પૂછ્યું. રોહિતે કહ્યું, જેમ તમે જાણો છો રણવીર સિંહ ઘણી વાતો કરે છે. આ રીતે કાં તો હું રણવીરને ચૂપ કરી દઈશ અથવા કાન ઢાંકી દઈશ. અજયે કટાક્ષ કર્યો, ‘રણવીર સિંહને પાર્ટીઓમાં આમંત્રણ આપવામાં આવતું નથી અને ન તો તે પોતે પાપારાઝીને બોલાવે છે કારણ કે તેને ફોટો પડાવવાનો શોખ નથી.’

શોના રેપિડ ફાયર રાઉન્ડમાં તેઓ અજયને પૂછે છે- તમે પાર્ટીમાં કેમ નથી જતા. તેના પર અજય કહે છે- કારણ કે મને કોઈ બોલાવતું નથી. આ પછી કરણ પૂછે છે – પાપારાઝી તમને એરપોર્ટ પર ક્લિક ન કરે. આના જવાબમાં અજય કહે છે – કારણ કે હું તેને બોલાવતો નથી.આ પછી કરણે એક્ટરને પૂછ્યું – જો કાજોલ તમારી સાથે વાત નથી કરી રહી તો તેનું કારણ શું છે. હસતાં હસતાં અજય કહે છે, ‘હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે તે મારી સાથે વાત ન કરે.’ આ પછી કરણ પૂછે છે – શું ઈન્ડસ્ટ્રીમાં તમારો કોઈ દુશ્મન છે? અજય કહે છે- હા, વન્સ અપોન અ ટાઇમ, તમે (એક સમયે તમે હતા).

Most Popular

To Top