Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat) : વર્ષ 2008માં રીવોલ્વરની અણીએ 32 લાખની ધાડ-અપહરણના (Loot Kidnaping) ગુનામાં નાસતા-ફરતા રીઢા આરોપીને (Wanted) સુરતની રાંદેર પોલીસે રાજકોટમાંથી (Rajkot) 16 વર્ષે ઝડપી (Arrest) પાડ્યો છે. આરોપી ભેસાણ હાઈવે રોડ ઓખેશ્વર પાટીયા ખાતેથી હથીયાર બતાવી 510 ટન લોખંડની પ્લેટ ભરેલી ટ્રકની લૂંટ કરી ભાગી ગયો હતો. તે છેલ્લા 16 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આ વોન્ટેડ આરોપીને સુરત પોલીસે રાજકોટ રેલ્વે યાર્ડના પાર્કીંગ પાસેથી વોચ ગોઠવી પકડી લીધો છે.

રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પ્રીતપાલસીંગ ઉર્ફે લાડી જોગીંદરસીંગ માન (ઉં.વ-39 મૂળ રહેવાસી ચીરાઈ ગોકુલધામ તા-ગાંધીધામ જી-કચ્છ મુળ રહે-ગામ-ફેરૂમાન તીસરી પત્તી જાટોવાલી થાના-બ્યાસ તા-બાબા બકાલા જી-અમ્રુતસર પંજાબ) છેલ્લા 16 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે બનાવાયેલી સુરત પોલીસની સ્કવોડને બાતમી મળી હતી કે આરોપી હાલ રાજકોટ યાર્ડમાં છુપાયો છે.

આરોપી મીત ટાન્સપોર્ટની હેવી ટ્રક ડ્રાઈવીંગ કરતો હોવાનું અને રાજકોટ રેલ્વે યાર્ડ પાર્કીંગ જામનગર રોડ ખાતે હોવાની માહિતી ના આધારે પોલીસે ટ્રક લઈ ભાગવા જતા ચાલુ ટ્રકે રાજકોટ-જામનગર હાઈવે પરથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ રાંદેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. હાલ તપાસ ચાલુ છે.

ફિલ્મી સ્ટાઈલમાં 16 વર્ષ પહેલાં લૂંટ ચલાવી હતી
આરોપીએ વર્ષ 2008 ભેસાણ હાઈવે રોડ ઓખેશ્વર પાટીયા ખાતેથી હથીયાર બતાવી ડ્રાઈવર તથા ક્લીનરને રોડ પર વચ્ચે રોકી ટ્રેલર નં-GJ-06-TT-6416 તથા તેમા ભરેલ લોખંડની પ્લેટ 21 ટન 510 કીલોગ્રામ વજનવાળી પ્લેટ લઈ ડ્રાઈવર તથા ક્લીનરને કીડનેપ કરી સુરત હાઈવે પર લઈ ગયા બાદ ખેતરમાં ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ ટ્રક ને એક હોટલમાં મુકી રાખી હતી. જોકે ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનર ખેતરમાંથી ભાગી જતા આરોપીઓ નાસી ગયા હતા. જે કેસમાં 16 વર્ષથી નાસતા ફરતા હતા.

To Top