Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) ઉમરા તિલક સર્કલ નજીક પતંગનો (Kite) દોરો વચ્ચે આવી જતા મોપેડ સવાર વૃદ્ધ દંપતી રોડ ઉપર પટકાયા બાદ વૃદ્ધાને સિવિલમાં મૃત જાહેર કરાઈ હતી. વૃદ્ધ ગોમન કાકાએ જણાવ્યું હતું કે પાલ RTO આધાર કાર્ડ બનાવવા આવ્યા હતા. રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો. પતંગના દોરાથી બચી ગયા પણ પડી ગયા બાદ પત્નીએ જીવ ગુમાવ્યો એનું દુઃખ છે.

ઇજાગ્રસ્ત ગુમાનભાઈ વસાવા એ જણાવ્યું હતું કે તેઓ કામરેજ નવી પારડીના રહેવાસી છે. સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. કંપનીઓમાં સિમેન્ટ ખાલી કરવાની મંજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. આજે પાલ RRO નજીક આધાર કાર્ડ બનાવવા જતા હતા. ત્યારે ઉમરા તિલક સર્કલ નજીક પતંગનો દોરો મોઢા સામે આવી જતા મોપેડ અટકાવી દીધું હતું. જેને લઈ પાછળ બેસેલી પત્ની ટીના બહેન ઉ.વ. 55 અચાનક જમીન પર પડી ગયા હતા. બન્ને ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાતા ટીના ને મૃત જાહેર કરાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ કંપનીમાં કામ માટે જતા હોઈએ ત્યાં આધાર કાર્ડ માંગતા હોય છે. તપાસ કરતા આધાર કાર્ડ સુરત પાલ RTO પાસે બનાવી આપતા હોવાની માહિતી બાદ આજે પત્ની સાથે આધાર કાર્ડ બનાવવા નીકળ્યો હતો. સદનસીબે પતંગના દોરાથી બચી ગયા તો જમીન પર પટકાયા બાદ પત્ની ગુમાવી એનું દુઃખ છે. સાહેબ મારા દીકરા ને જાણ કરી છે એ આવે છે પછી આગળની કાર્યવાહી કરશો.

To Top