Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરના કડોદરા (Kadodara) વિસ્તારમાંથી એક ચોંકાવનારો (Shocking) બનાવ સામે આવ્યો છે. પાછલા ઘણાં સમયથી માનસિક રીતે બિમાર (Mentally ill) મહિલાના પેટમાંથી સ્મીમેરના (Smimer hospital surat) તબીબોએ એક કિલો વાળનો ગુચ્છો (Tuft of Hair) ઓપરેશન (Operation) કરી બહાર કાઢ્યો હતો. અસલમાં મહિલાને પોતાના જ વાળ (Hair) તોડીને ખાવાની (Eat) કુટેવ હોય જમવામાં તખલીફ થતી હતી. જેના કારણે તેણીને સારવાર માટે સ્મીમેર લવાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે શુક્રવારે કડોદરામાં અવિશ્વસનીય ઘટના બની હતી. અહીં માનસિક બિમાર મહિલાને પોતાના જ માથાના વાળ તોડીને ખાવાની કુટેવ હતી. જેથી તેણીનું સ્વાસ્થ્ય દીવસેને દીવસે વણસી રહ્યું હતું. તેમજ તેને જમવામાં તખલીફ થતી હતી. ત્યાર બાદ તેણીને ગઇકાલે સારવાર માટે સ્મીમેરમાં લવાતા પ્રાથમિક સારવારમાં મહિલાના પેટમાં વાળનો ગુચ્છો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મહિલાના પેટના જઠરમાંથી ડોક્ટરોએ સર્જરી કરી વાળનો ગૂચ્છો બહાર કાઢી મહિલાને નવ જીવન આપ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણકારી આપતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે કડોદરામાં રહેતી 22 વર્ષીય મહિલા માનસિક બિમાર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ પ્રાથમિક તપાસમાં પોતાના જ માથાના વાળ તોડીને ખાવાની કુટેવ હોવાની હકીકત બહાર આવી હતી. જેના લીધે તેને એક વર્ષ વિવિધ તકલીફો શરૂ થઈ ગઈ હતી. ઉબકા, ખોરાક ખાવામાં તકલીફ પડવી, ઉલ્ટી થવી, વજનમાં ઘટાડો સહિતની તકલીફો સાથે મહિલાને સારવાર માટે સિવિલ લવાઇ હતી.

જ્યાં સર્જરી વિભાગના તબીબોએ વિવિધ રિપોર્ટ કરાવતા મહિલાના પેટના જઠરમાં વાળનો મોટો ગૂચ્છો હોવાનું બહાર આવ્યું હતું. 6 દિવસ પહેલા સ્મીમેર હોસ્પિટલના સર્જરી સહિતના જુદાજુદા વિભાગના ડોક્ટરોની ટીમોએ મહિલા પર સતત ત્રણ કલાકની સર્જરી કરી પેટમાં જઠરમાંથી વાળનો એક કિલો જેટલો ગૂચ્છો બહાર કાઢ્યો હતો.

ડો. જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, મહિલાના જઠર વાળના ગૂચ્છાના લીધે બંધ થઈ ગયુ હતું. જેથી ખોરાક ખાવામાં તકલીફ પડી રહી હતી. ગુચ્છાને સમયસર બહાર કાઢવામાં નહી આવતા તેની તકલીફમાં વધારો થઈ રહ્યો હતો. આ પ્રકારની ગાંઠને મેડીકલ ભાષામાં ટ્રાઈકોબેઝોર કહેવાય છે.

To Top