સંજેલી, તા.૪સંજેલી તાલુકાના નેનકી સહિત વિસ્તારમાંથી ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે ડાંગરની ઓક્ટોબર માસમાં ઓનલાઈન નોંધણી કરાવી હતી. જે બાદ ડાંગર આપવા...
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (WestBangal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટીમ પર હુમલાની (Attack) ઘટના બની છે. અહીં એક મોટા નેતાના ઘરે EDની ટીમ દરોડા...
ઉમરેઠ પાલિકામાં સત્તારૂઢ તત્કાલીન પ્રમુખ રમેશભાઇ તળપદાના શાસનકાળ દરમિયાન કાઉન્સિલરોના નામે મોટી રકમનો વ્યવહાર થયો હોવાનો આક્ષેપ કરીને ચીફ ઓફિસર સમક્ષ લેખિત...
ભારતમાં સરકારી નોકરીને જેકપોટ માનવામાં આવે છે. પ્રજાના નીચલા સ્તરે નિમ્ન મધ્યમ વર્ગમાં સરકારી નોકરી લગ્નના પ્રસ્તાવ મેળવવાનું મજબૂત કારણ બને છે...
નવી દિલ્હી(NewDelhi): સોમાલિયા (Somalia) નજીક એક જહાજનું હાઇજેક (Ship Highjack) કરવામાં આવ્યું છે, જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. ‘એમવી લીલા...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાની કસ્ટડીમાં માર્યા ગયેલા કાશ્મીરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. રાજનાથે તેમને કહ્યું,...
ખેડા, તા.4ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-...
સુરત: ડીંડોલી મહાદેવ નગર બ્રીજ ઉપર મહારાષ્ટ્ર પુણા ના એક BSC ના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો....
આણંદ, તા.4આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ગુરુવારના રોજ ઉત્તર દિશા તરફથી હિમ પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું. પંથકમાં મહત્તમ તાપમાન...
અવકાશમાંના બ્લેક હોલ્સનો અભ્યાસ કરવા માટેના સેટેલાઇટ એક્સપોસેટને સોમવારે સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકીને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો)એ ૨૦૨૪ના વર્ષનો આરંભ કર્યો હતો....
નડિયાદ તા.4નડિયાદના ભેજાબાજ શખ્સે સરકારી નોકરી આપવાના બહાને ઠગાઇનો ખેલ ખેલ્યો હતો. આ શખ્સે ગાંધીનગરમાં તેની ઉંચી પહોંચ હોવાનું જણાવી અલગ અલગ...
બારડોલી: (Bardoli) દેશની તમામ સુગરમિલોને (Sugar Mill) ઉત્પાદિત થતી કુલ પૈકી 20 ટકા ખાંડ (Sugar) ફરજિયાત કંતાનના કોથળામાં ભરવાનો કેન્દ્ર સરકારે આદેશ...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર-પૂર્વીય પવનના કારણે રાજયમાં શીત લહેર (Cold Wave) સાથે ઠંડી (Cold) યથાવત રહેશે. જો કે બે દિવસ બાદ રાજયમાં ઠંડીમાં...
હથોડા: (Hathoda) ગુરુવારે સાંજે મોટી નરોલી નજીક હાઇવે (Highway) પર ટેમ્પો, ઇનોવા કાર (Car) અને મોટરસાઇકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સાપુતારા ઘાટમાર્ગમાં લાકડાનો જથ્થો ભરેલો ટ્રક (Truck) ચાર ઈસમો માટે કાળમુખો બન્યો હતો. ઘટના સ્થળ પર...
ગઢડા: (Gadhda) ગઢડા(સ્વામીના) શહેરમાં રહેતા એક સામાન્ય પરિવારની ધોરણ પાંચમા અભ્યાસ કરતી બાળકી (Girl) ગત મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા...
ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) રામકથા મેદાન ખાતેથી પ્રજાજનોની પરિવહન સેવામાં 201 નવીન બસોને (Bus) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા...
ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય પવનના કારણે રાજયમાં (Gujarat) શીત લહેર સાથે ઠંડી યથાવત રહેશે. જો કે બે દિવસ બાદ રાજયમાં ઠંડીમાં...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વર GIDCમાં આવેલા એક ગોડાઉનમાંથી ભરૂચ LCB પોલીસે રૂ.૧૯.૨૩ લાખનો વિદેશી દારૂનો (Alcohol) મસમોટો જથ્થા સાથે એક ઈસમને ઝડપી...
વડોદરા: દિલ્હી (Delhi) થી વડોદરા (Vadodara) આવી રહેલા એર ઇન્ડિયાના (Air India) 120 મુસાફરોએ (Passengers) ફલાઇટ (Flight) રિશીડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર...
વડોદરા: (Vadodara) આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેથી લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધીના દ્વારા મંગાવાયેલા વિદેશી દારૂનું (Alcohol) કટિંગ ચાલતુ હતી. તે વેળા...
ખેરગામ: (Khergam) ખેરગામ સહિત તાલુકાના વિસ્તારોમાં નવા વર્ષના આગમનની સાથે જ ફૂલ ગુલાબી ઠંડીની (Cold) શરૂઆત થઈ ચૂકી છે. બુધવાર અને ગુરુવારના...
મુંબઇ: કોરિયન (Korean) પોપ બેન્ડ BTS ક્યારેક તેના ગીતો (Songs) માટે તો ક્યારેક તેની ટીમના સમાચાર માટે હેડલાઇન્સમાં રહે છે. તમને જાણીને...
ઇસ્લામ સમુદાયના પવિત્ર શહેર મક્કામાં (Makkah) સોનાનો (Gold) વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં પવિત્ર શહેર મક્કામાં સોનાના વિશાળ ભંડારની...
સુરત : અયોધ્યામાં (Ayodhya) 22મી જાન્યુઆરીએ યોજનારા ઐતિહાસિક રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરના કરોડો...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ત્રણ સમન્સ (Summons) જારી કર્યા છે. જે બાદ...
દિલ્હી: (Delhi) દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મોહલ્લા ક્લિનિકમાં (Clinic) નકલી ટેસ્ટના મામલામાં સીબીઆઈ (CBI) તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મોહલ્લા...
કેપટાઉન: કેપટાઉનમાં (CapeTownTest) ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર પોણા બે દિવસમાં આ ટેસ્ટ મેચ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ટૂંક સમયમાં ‘ન્યાય યાત્રા’ શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ ગુરુવારે આ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) લક્ષદ્વીપના (Lakshadweep) પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની રસપ્રદ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વડાપ્રધાને શેર કર્યા...
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
અમેરિકામાં રાજકીય હોબાળો: US કોંગ્રેસે ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો
સંજેલી, તા.૪
સંજેલી તાલુકાના નેનકી સહિત વિસ્તારમાંથી ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે ડાંગરની ઓક્ટોબર માસમાં ઓનલાઈન નોંધણી કરાવી હતી. જે બાદ ડાંગર આપવા માટે ની તારીખ નો એસએમએસ આજ દિન સુધી મોબાઈલમાં આવ્યા નથી ખેડૂતોને ટેકાનો ભાવ મેળવવા ડાંગર ઘરે જ મૂકી બુકિંગ ની તારીખ માટે મોબાઇલમાં Sms ની રાહ જોઈ બેસી રહેવા મજબૂર બન્યા.ક્લાર્ક દ્વારા ફોન રિસીવ કરવામાં આવતો નથી. સમસ્યાને લઈને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે અંતર્ગત ટેકાના ભાવથી ડાંગરની ખરીદી કરવા માં આવી રહી છે. ખેડૂતોએ ઓક્ટોબર માસમાં ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર જઈ અને નોંધણી કરાવી હતી. ડાંગરની કાપણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હજુ સુધી ટેકાના ભાવ મેળવવા માટે ખેડૂતોને ડાંગર ગોડાઉન સુધી પહોંચાડવા માટેના તારીખ અને સમયના એસએમએસ આવ્યા નથી. મોબાઇલમાં કોલ કે એસએમએસ ન આવે ત્યાં સુધી ટેકાના ભાવની ડાંગરની ગોડાઉન ઉપર ખરીદી કરવામાં આવતી નથી. ઓનલાઇન નોંધણી થયા ને બે માસ જેટલો સમય થઈ ગયો છતાં પણ ખેડૂતોને હજી સુધી ટેકાના ભાવની ગોડાઉન સુધી માલ પહોંચાડવા માટેની એસ.એમ.એસ ના આવતા ખેડૂતોએ દિવસમાં દસ વખત મોબાઇલમાં એસએમએસ ચેક કરવાનો વારો આવ્યો છે અને એસ.એમ.એસ ની રાહ જોઈ ઘરે જ ડાંગરનો પાકનો જથ્થો મૂકી અને રાહ જોઈ બેસી રહેવાનો વારો આવ્યો છે. શિયાળામાં પણ ચોમાસા જેવી ઋતુનો ઘાટ સર્જાયો છે જેથી ખેડૂતોને જો વરસાદ પડી જાય તો ડાંગર પણ પલળી જાય અને તેમને ડાંગર મૂકવા માટેની પણ મકાન માં પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એસએમએસ બાબતે વારંવાર ખેડૂતો દ્વારા ગોડાઉનના ક્લાર્કનો મોબાઇલથી સંપર્ક કરતા તેઓ દ્વારા મોબાઈલ પણ રિસીવ કરવામાં આવતો નથી જેથી નારાજ થયેલા ખેડૂત અને માજી સૈનિક સંગઠનના પ્રમુખ રણછોડભાઈ પલાસ અને આગેવાનો દ્વારા સંજેલી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.