Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર(GandhiNagar) : ડિસેમ્બરમાં (December) ઠંડી (Cold) પડી નહોતી અને હવે જાન્યુઆરીમાં (January) ઠંડો પવન (ColdWave) ધ્રુજાવી રહ્યો છે. મકરસંક્રાતિથી (Makarsankranti) વાતાવરણમાં (Weather) પલટો આવ્યો અને ઠંડીનું જોર વધ્યું હતું.

છેલ્લાં બે અઠવાડિયાથી વાતાવરણમાં ઠંડક છે. બપોરના સમયે ક્યારેક આકરો તડકો પડે છે પરંતુ મોટા ભાગે ઠંડા પવનના લીધે રાજ્યના લોકો શિયાળાનો (Winter) અનુભવ કરી રહ્યાં છે ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ (WeatherExpert) ફરી એકવાર માવઠાની (UnseasonalRain) આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર 30 જાન્યુઆરીની આસપાસના દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. તા. 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાત અનુસાર ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં હવામાનમાં મોટો ફેરફાર નોંધાશે.

અંબાલાલ પટેલ અનુસાર તા. 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં રહેશે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા દેખાઈ રહી છે. હિમવર્ષાના લીધે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.

તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.

To Top