Business

અકસ્માતમાં બેના મોત થતા પોલીસે રેતીના ડમ્પરો જપ્ત કર્યા

(પ્રતિનિધી) દે.બારીયા, તા.25
બેફામ બનેલા ખનીજ માફીઆ નો રોજબરોજ રાત દિવસ ચાલતા અવરલોડ ખનીજ ચોરી ધંધા કરતા માફીઆઓ ના ચાલતા આઇવા ડમ્પર જેવા વાહન થી દેવગઢ બારીઆ મોતીપુરા ગામે પાનમ નદીના પુલની પાસે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યા સુધીના સમય ગાળામાં બનવા પામ્યો હતો જેમાં એક વાહન ચાલકનું અશોક લેલેન ડમ્ફર પુરઝડપે હંકારી લઈ જઈ સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી રોડ પર ધસડી લઈ જતાં બાઇક સવાર દેવગઢ બારીઆ સીંગોર ગામના ખેડા ફળિયાના ૧૮ વર્ષીય કીરણભાઈ ભલાભાઈ બારીયાનો ડોબો પગ શરીરથી અલગ થઈ જતાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ સીંગોર ગામના ખેડા ફળિયાના ૧૬ વર્ષીય સંજયકુમાર કલસીંગભાઈ બારીયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્ફર ચાલક તેના કબજાનું ડમ્ફર સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આવા અકસ્માતને લઈને ખાન ખનીજ પોલીસ તંત્ર દેવગઢબારિયા મામલતદાર વિભાગ એક્શનમાં આવતા અવરલોડ રેતી ભરેલા વાહનો રોયલ્ટી વગરના વાહનો દેવગઢ બારીયા તાલુકાના પોલીસ સ્ટેશનનોમાં લાવીને મુકી દીધા અવરલોડ ખનીજ ચોરી જેવા કેસ બનાવી ગાડી ડીટન કરવાની કાર્યવાહી કરી. ખનીજ માફીઆ રેતીના ટ્રકના માધ્યમથી રાત દિવસ ઓવરલોડ જેવા વાહનો ખુલ્લેઆમ કાયદાની કોઈ ડર ના હોય એ પ્રમાણે ચાલતા હોય છે.

Most Popular

To Top