Sports

ICC Awards: વિરાટ કોહલી બન્યો 2023નો સર્વશ્રેષ્ઠ ODI ખેલાડી

ભારતના સ્ટાર બેટ્સમેન (Star Batsmen) વિરાટ કોહલીને (Virat Kohli) ICC દ્વારા વર્ષ 2023 માટે ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયેલા વિરાટ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે ભારતને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

વિરાટ કોહલીએ 2022માં શાનદાર પુનરાગમન કર્યા બાદ 2023માં પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આ વર્ષે તેણે વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતીને પોતાને શ્રેષ્ઠ પ્લેયર સાબિત કર્યો. વિરાટે વર્લ્ડ કપમાં તેની 11 ઇનિંગ્સમાંથી 9 ઇનિંગ્સમાં ઓછામાં ઓછી અડધી સદી ફટકારી હતી અને ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા હતા. 2003માં સચિન તેંડુલકરના રેકોર્ડને વટાવીને મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં વ્યક્તિગત બેટ્સમેન દ્વારા આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.

કોહલીએ 95.62ની એવરેજ અને 90.31ના સ્ટ્રાઈક રેટ સાથે ટુર્નામેન્ટ પૂરી કરી જેમાં ત્રણ સદી સામેલ છે. આમાંથી એક સદી ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં બની હતી. તેણે સેમિફાઇનલમાં પોતાની ઇનિંગની મદદથી વનડેમાં 50 સદીનો રેકોર્ડ પૂરો કર્યો. આ સાથે તે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો. તેણે ફાઇનલમાં બીજી અડધી સદી સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી પરંતુ તે ભારત માટે વિજય તરફ દોરી ન શક્યો. અમદાવાદમાં ફાઇનલમાં તેના આઉટ થયા પછી ચાહકોનું મૌન એ સાબિતી હતી કે પ્રેક્ષકોને કોહલી ઉપર કેટલી અપેક્ષા હતી.

વિરાટે 24 ઇનિંગ્સમાં છ સદી અને આઠ અડધી સદી સાથે 72.47ની સરેરાશથી 1377 રન કરીને વર્ષ પૂરું કર્યું. કોહલીએ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ નોકઆઉટ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની વિકેટ પડ્યા પછી કોહલીએ ઈનિંગ સંભાળી લીધી અને આ ફોર્મેટમાં તેની રેકોર્ડ 50મી સદી તેણે પૂરી કરી.

Most Popular

To Top