Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમા કાશ્મીરમાં થયેલી બરફ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ફરીથી શીત લહેર (Cold Wave) શરૂ થઈ છે તાજેતરમાં એકાદ સપ્તાહ માટે ગરમીના આગમન બાદ હવે ફરીથી શીત લહેરની અસર જોવા મળી રહી છે કચ્છમાં અચાનક તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડી જઈને 9 ડિગ્રી સુધી પહોચી ગયો છે રાજ્યના અન્ય ભાગોમાં પણ રાત્રે તથા વહેલી સવારે શીત લહેર જોવા મળી રહી છે રાજયના વિવિધ શહેરોમાં શીત લહેરની અસર હેઠળ છેલ્લા 24 કલાકના લઘુત્તમ તાપમાનમાં 3થી 6 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, એટલે કે ઠંડી પાછી આવી છે.

  • નલિયામાં એક જ દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી ગગડીને 9 પર પહોંચી ગયો
  • રાજ્યના તમામ શહેરોના તાપમાનમાં 3થી 6 ડિગ્રીનો ઘટાડો

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિસે (4 ડિગ્રીનો ઘટાડો), ડીસામાં 11 ડિસે (4 ડિગ્રીનો ઘટાડો), ગાંધીનગરમાં 12 ડિસે (5 ડિગ્રીનો ઘટાડો), વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિસે (3 ડિગ્રીનો ઘટાડો), વડોદરામાં 18 ડિસે, સુરતમાં 19 ડિસે, વલસાડમાં 18 ડિસે, ભૂજમાં 14 ડિસે (3 ડિગ્રીનો ઘટાડો) , નલિયામાં 9 ડિસે (6 ડિગ્રીનો ઘટાડો), કંડલા પોર્ટ 15 (3 ડિગ્રીનો ઘટાડો), કંડલા એરપોર્ટ પર 12 ડિસે (5 ડિગ્રીનો ઘટાડો), અમરેલી 15 ડિસે, ભાવનગરમાં 17 ડિસે (3 ડિગ્રીનો ઘટાડો), રાજકોટમાં 13 ડિસે (3 ડિગ્રીનો ઘટાડો), સુરેન્દ્રનગરમાં 15 ડિસે, અને કેશોદમાં 14 ડિસે લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.

To Top