આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો....
કરજણ: કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર...
mumbai: કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર (delhi border) પર ખેડુતોનું આંદોલન (farmer protest) ચાલી રહ્યું છે. રાજકારણનો સમય પણ ચાલી રહ્યો છે....
શિનોર: શેગવા સીમડી મુખ્ય માર્ગ પર થી વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં થયેલા અકસ્માતના સ્થળે સુરક્ષાના નામે ગોળ કુંડાળું સેગવા સીમળી મુખ્ય...
ગોધરા: ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા...
બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ. આવું શા માટે? કુદરતે તો નિર્મળ મન જ આપેલું છે છતાં આવું બને છે તો તેની પાછળ શું કાર્ય કરી રહ્યું છે? તો તેની પાછળ કામ કરી રહ્યા છે આપણા વિકારી વિચારો. જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા, અભિમાન વગેરે… જેને કારણે માણસ ખરાબ કે સારો બની શકે છે તો એ વિકારો જયારે આપણા મનમાં ઘુસે છે ત્યારે આપણે એ બાજુ જ વિચારતા થઇ જતા હોઇએ છીએ. તેને આપણી કમજોરી કહીયે તો પણ ખોટું નથી.
કામ : કામ એટલે મારે કાંઇક મેળવવું છે પરંતુ એ મેળવવાનો આપણો પ્રયત્ન એવો છે કે બીજા પાસેથી ઝુંટવી લેવું. બીજાથી મારું શ્રેષ્ઠ જ હોવું, ઇર્ષાભાવથી પામવું. પ્રત્યેક માણસમાં કામના હોય તો જ મહત્વાકાંક્ષી બની શકાય છે. પરંતુ બીજાને ઝૂંટવીને પાડીને મેળવવું તે કામના કહેવાય. કોઈ વસ્તુ મેળવવાની અતિશ્યોકતિ કામવાસનામાં પરિણામે છે. તે મનનો વિકાર છે.
ક્રોધ : ભગવાને ગીતામાં ત્રણ પ્રકારની પ્રકૃતિનું વર્ણન કર્યું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમો ગુણ ક્રોધનું બીજુ સ્વરૂપ છે. ક્રોધ એક આવેશ છે. ક્રોધથી માણસ પાપ કરવા માટે પ્રેરાય છે. ક્રોધી માણસ કયારે શું કરે તે નક્કી રહેતું નથી. કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે. કાં તો પોતે પોતાની જાતને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. ક્રોધમાં માણસ મતિભ્રષ્ટ થઇ જાય છે.
લોભ : લોભરૂપી વિકાર છે તે અદેખાઈનું ફળ છે. જયારે માણસ કોઇનું સારું જોઈને રાજીપો અનુભવતો નથી ત્યાં તારું-મારું કરવાની લાગણી જન્મે છે અને આવી લાગણીઓ તેને સંકુચિત વલણ કરવા તરફ પ્રેરે છે. જેથી કરીને તે લોભ કરવા પ્રેરાય છે. લોભી માણસ કોઈનો થતો નથી અને ખુદ કશુ પામતો પણ નથી. માટે કહેવત પણ છે ને અતિ લોભ પાપનું મૂળ છે.
મોહ: મોહ એક જીદ્દ પ્રકારનો અવગુણ છે. આ વિકાર એવો હોય છે જે માણસના મનની કોતરોમાં સમાયેલો છે. અતિશય પામી લેવાની કે મેળવી લેવાની ઝંખનાનો મોહ માણસને વ્યાધિ કરાવે છે. કોઇ સંત મહાત્માઓ પણ મોહને વશ થઇને ઘણી ભૂલો કરી બેઠા છે. ગુરુ વિશ્વામિત્ર મોહને વશ થઇને ઘણી ભૂલો કરી બેઠા છે. ગુરુ વિશ્વામિત્ર મોહને વશ થઇને મેનકાને વર્યા. દશરથ રામના મોહથી મૃત્યુને ભેટયા. રાણી કૈકેયી સત્તા મોહથી પાપીણી તરીકે ઓળખાયા. તેમાં સારું-નરસું નો વિચાર જ આવતો નથી.
અભિમાન: અભિમાન માણસને મુઠ્ઠી ઊંચેરો માનવી પણ બનાવે છે અને સફળતાની ઇમારત પરથી નીચે પણ પછાડી દે છે. પ્રમાણિકતાનું અભિમાન માણસને વિશ્વમાં ઉંચુ સ્થાન પ્રાપ્ત કરાવી શકે છે પણ માણસને કમાયેલી મિલ્કત અને જમીનનું અભિમાન નીચે પાડી શકે છે. કારણ કે તેની પાછળ આપણી હું પણાની કે મારા પણાની વૃતિ જવાબદાર હોય છે. આ મારા પણાની વૃતિ માણસને ઉંચાઈને શિખરે પછાડી શકે છે માટે જે કરો તેના માટે કદી અભિમાન નહિ પોતાનું કર્તવ્ય સમજીને કરો.
ઇર્ષ્યા : ઘણી વખત આપણા અભાવો કે જે આપણી પાસે નથી તે મેળવવાની ઝંખના થાય પણ બીજાને છે એવું મારી પાસે નથી ત્યારે ઈર્ષા ઉત્પન્ન થાય છે. તેના માટે આપણી અસંતુષ્ટિ જવાબદાર છે. આવો વિકાર ઉદ્દભવે ત્યારે માણસ, કોઇનું લુંટી લેતા, ખરાબ બોલી લેતા કે કોઇને મારતા પણ અચકાતો નથી. ઇર્ષ્યાની આગમાં પોતે તો બળે છે. બીજા ને પણ બાળે છે.
માટે કોઇ સંતે કહ્યું છે આ ષટ્વિકારોથી દૂર રહેવામાં સાચુ સુખ છે હે જીવ! તું કયાં કાંઇ લને આવ્યો કે લઇ જવાનો છે. મોજથી જીવી લે કુદરતે આટલી સુંદર જીંદગી આપી છે. સંતોષમાં સાચું સુ:ખ છે.