Top News

More Posts

   The Latest

Most Popular

       જાંબુઘોડા: દશ મહિના પહેલા કોરોના મહામારી ના કારણે પ્રજાને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો જેમાં દરેક વેપાર ધંધા ઠપ દેવાયા હતા અને જિલ્લાના કેટલાક તાલુકાના ગામડા ઓ માં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઠેર ઠેર હાટ બજાર જે નાના અને ગરીબ પ્રજા માટે મીની મોલ ગણાતા હતા.

 જે પણ બંધ થઈ ગયા હતા જ્યારે દશ મહિના ઉપર નો સમય વીતી ગયા પછી હવે ધીરે ધીરે કોરોનાનો ડર પ્રજાના મનમાં થી દૂર થતા હવે ધીમી ગતિએ લોકો બજારોમાં આવવાનું શરૂ કરી દીધું છે ત્યારે મીની મોલ એટલે કે બુધવારી હાટ બજારમાં પોતાના પરિવાર માટે પેટિયું રળવા આવતા વેપારી ઓ પણ ધીમે ધીમે શરૂ થઇ ચૂકયા છે ત્યારે જાંબુઘોડામાં દાયકા ઓ થી ભરતી બુધવારી હાટ બજાર મા બહારથી વેપારીઓ આવતા જાંબુઘોડામાં રોનક જોવા મળે છે જે રોનક 10 મહિના પહેલા કોરોના મહામારીમાં વિખેરાઈ ગઈ હતી.

જ્યારે સરકાર દ્વારા છૂટ છાટ અપાતા તમામ ધંધા વેપાર પુનઃ ધમધમતા થયા હતા અને ફરીથી રોજીરોટી ચાલુ  થતા તંત્રનો આભાર માની કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરી વેપારીઓએ ફરી થી વેપાર ધંધો ચાલુ કરી દીધો હતો આજે જાંબુઘોડા માં ભરાતી બુધવારી હાટ બજારમાં બહારથી આવેલા વેપારીઓના કારણે ફરી રોનક અને પ્રજાની ચહલ પહલ જોવા મળી હતી આ વિસ્તારના ગામડાઓમાં લગ્નસરાની મોસમ ચાલું થતા મધ્યમ વર્ગ ના લોકો માટે બુધવારી હાટ બજાર મિની મોલ સમાન ગણાય છે .

મધ્યમ વર્ગના લોકો મીની મોલ માં ખરીદી કરવા માટે આવતા હોય છે જેથી જાંબુઘોડામાં ભરાતા બુધવારી હાટમાં ચહલ પહલ ખૂબ જ લાંબા સમય પછી જોવા મળતા પ્રજા સહિત વેપારીઓમાં ખુશી ની લહેર જોવા મળી હતી હાટ બજારમાં કપડા લત્તા સહિત તમામ ઘર વપરાશની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળતી હોવાથી પ્રજા બુધવારી હાથ બજારમાંથી ખરીદી કરવાનો વધારે આગ્રહ કરતા હોય છે

To Top