Top News

More Posts

   The Latest

Most Popular

ગોધરા: ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સદસ્યની ઉપસ્થિતિમાં કોર કમીટી ની બેઠક આજ રોજ મળી હતી. જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર ના નામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠન ના નાના મોટા જીલ્લા ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિની કોર કમીટી ની બેઠક આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષકની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ગોધરા ખાતે મળી હતી.જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની બેઠકો પર ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર ના નામો ને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જીલ્લા નાના મોટા તમામ સંગઠન ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ તૈયારી સાથે ઉતરી છે.મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ને ટીકીટ આપશે. જેના માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે.ટુંક સમયમાં ઉમેદવાર ના નામોની જાહેરાત પણ સત્તાવાર રીતે કરવામાં આવશે.ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર ને ચૂંટણી જંગમાં ઉતારે છે.તે તો આવનાર દિવસોમાં જ બહાર આવશે.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની આજ રોજ ગોધરા ખાતેના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મધ્ય ઝોન પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ડો. જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી શોર્ટલિસ્ટ કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે આવેલા ૯૧ ઉમેદવારોના નામ સામે ૬૦ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાની સાત તાલુકા પંચાયતની ૧૭૮ બેઠકો માટે આવેલા ઉમેદવારોના ૩૭૩ નામો સામે ૨૫૦ જેટલા નામો શોર્ટલિસ્ટ કરાયા. ગોધરા નગરપાલિકાના કુલ ૧૧ વૉર્ડ પૈકી ૬ વોર્ડ માટે આવેલા ૬૦ નામોને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

To Top