ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે....
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે કે જે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં...
‘ગુજરાતમિત્રે’ આ વર્ષે જે પ્રકારની ટુર્નામેન્ટ યોજી છે તે પ્રતિવર્ષ યોજવી જોઇએ. તેનાથી સ્થાનિય ક્રિકેટને મદદ થશે અને વિવિધ સમાજો એક થશે....
GANDHINAGAR : કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આત્મનિર્ભર બજેટ ગણાવે છે પરંતુ તે માટે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારામનજી ( NIRMALA SITARAMAN)...
કોરોના સંકટના આ યુગમાં ભારત ઘણા દેશોને કોવિડ -19 (Covid-19) રસી મફતમાં આપી રહ્યું છે. તેમ છતાં ઇન્ડિયા બાયોટેક (India Biotech) ની...
એક પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર હતા અને તેમની ખાસિયત હતી કે તેઓ પોતાની વાત ભારેખમ શબ્દોમાં નહિ પણ સરળતાથી હળવી મજાક સાથે સમજાવતા...
ઉત્તર પ્રદેશના ( UTTAR PRADESH) કન્નૌજ ( KANNOJ) જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના તાલગ્રામ વિસ્તારમાં આવેલી આગ્રા લખનઉ એક્સપ્રેસમાં...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના ( BHAJAP ) ઉમેદવારોને લઈને ભારે હોબાળો, હંગામો અને કકળાટ...
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (AJIT DOBHAL)ની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશથી જોડાયેલ હિદાયત-ઉલ્લાહ મલિક પાસે ડોભાલની ઓફિસ (office)ની રેકીનો...
ગુજરાતમાં એમાંય મોદીના ગુજરાત આવ્યા પછી કોંગ્રેસની જે સ્થિતિ થઇ છે એવી સ્થિતિ કદાચ 1990 પહેલાં નહોતી. દર ચૂંટણીએ, પછી સ્થાનિક સ્વરાજ્યની...
જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHAMIR) પોલીસે ટીઆરએફ (રેઝિસ્ટન્ટ ફોર્સ) ના આતંકવાદી ઝહુર અહેમદ રાથરની ધરપકડ કરી હતી, જેણે કુલગામ જિલ્લામાં ગયા વર્ષે ભારતીય...
જમ્મુ-કાશ્મીરના એક વારના રાજયને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370 તા. 5 મી ઓગસ્ટ, 2019 ના રોજ નાબૂદ કરાઇ અને રાજય બે...
પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પેટ્રોલ(Petrol) ડિઝલની કિંમતમાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. સતત પાંચમાં...
લોકસભા કે વિધાનસભા ચૂંટણી હોય એ સમયે જેટલી ચિંતા કે દબાણ કોઇ પાર્ટીઓના ઊંચા પદ પર બેઠેલા નેતાઓને નથી હોતું, તેટલું દબાણ...
સેન્ટ્રલ રેલ્વે, સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) અને વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે (West Central Railway) પાસે ટ્રેડ એપ્રેન્ટિસની વિવિધ પોસ્ટ્ પર ભરતી માટે...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી આજે ભારતમાં દેશના પ્રથમ CNG ટ્રેક્ટરનું લોંચ કર્યું છે. આ ટ્રેક્ટર રોમેટ ટેક્નો સોલ્યુશન (Romate...
યુપીની રાજધાની લખનૌના ગુડંબા વિસ્તારમાં રહેતા એક શિક્ષકની ફેસબુક ( Facebook) અને ઇન્સ્ટાગ્રામ ( Instagram) જેવી સોશિયલ સાઇટ્સ ( social sites) પર...
દિસપુર (Dispur): આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે (Assam CM Sarbananda Sonowal ) પ્રધાનમંડળની એક બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ...
બેંગ્લોરમાં ગયા રવિવારે ઓડી ( oddi) ડ્રાઇવર એક ઓટોરિક્ષા ( auto riksha) અને બે મોટર સાયકલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો....
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ કાટમાળને લીધે ઋષિ ગંગા નદીમાં જોડાતા પ્રવાહને અવરોધિત કરી દીધો છે, જેના કારણે હંગામી...
સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ ભણીને સીરિઝમાં વાપસીની આશા સાથે...
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બરફવર્ષાને કારણે લપસણા થઇ ગયેલા એક ધોરીમાર્ગ પર એકસાથે ૧૩૩ જેટલા વાહનો એકબીજા સાથે ભટકાઇ પડતાં ઓછામાં ઓછા ૬...
ફિનલેન્ડના એક ગોલ્ફ કોર્સ પર દોરેલી આ ડિઝાઇનો જોઇને કોઇ કદાચ માની નહીં શકે કે આ ડિઝાઇનો હાથ વડે નહીં પણ માત્ર...
બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ...
વર્ષ ૨૦૨૦માં કોરોનાવાયરસના રોગચાળાએ દુકાનો અને રેસ્ટોરાંઓ બંધ કરાવી દેતા, પ્રવાસન ઉદ્યોગનો દાટ વાળી દેતા અને ઉત્પાદનમાં કાપ મૂકાવતા બ્રિટિશ અર્થતંત્રમાં ૩૦૦...
ગુજરાત શિક્ષણ બોર્ડે ધીરે ધીરે શાળાઓ ઓપન કર્યા બાદ હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે આગામી બે માર્ચથી ચાર માર્ચ દરમિયાન એકમ કસોટી...
સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંગલાઓ ભાડે લઈને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટમાં મુંબઈ પોલીસે સુરતના તનવીર હાશમીને પકડ્યાં બાદ પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં...
2016માં સુરત એરપોર્ટના 655 મીટરના રન-વેનાં વિસ્તરણ કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર અને એંજિનિયરિંગ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ...
અડધા ભારતમાં શુક્રવારે 12 ફેબ્રુઆરીએ રાત્રે 10.34 ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પૃથ્વી ધ્રૂજતી રહી. પૃથ્વીનું આ કંપન કાશ્મીરથી છત્તીસગઢ સુધી ધ્રુજ્યું. ભૂકંપની...
ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ભારતમાં X, ChatGPT સહિત અનેક વેબસાઈટ ઠપ્પ , યુઝર્સને એરર જોવા મળે છે
રનવે પર ઉતરતાની સાથે જ પ્લેનમાં આગ લાગી, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ થયો
મહારાષ્ટ્રમાં રાજકીય તણાવ?, શિવસેનાને ગઠબંધન ધર્મનું પાલન કરવા ફડણવીસની ટકોર
ભારતનો હાઈટેક ચિપ ધરાવતો ઈ-પાસપોર્ટ આવી ગયો, જાણો જૂના પાસપોર્ટનું શું થશે
નીતિશ કુમારના શપથ સમારોહ માટે ભવ્ય આયોજન, મોદી-શાહ હાજર રહેશે
કરોડપતિ યૂ-ટ્યૂબર અને તેના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી મળી
વાડી વાણિયા શેરીમાં રેસિડેન્સિયલ એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરાતી હોવાના આક્ષેપ
ટ્રમ્પના ગાઝા શાંતિ યોજનાને UNએ મંજૂરી આપી, હમાસ નારાજ
દિલ્હી બ્લાસ્ટ પહેલાનો ડો. ઉમરનો નવો વીડિયો સામે આવ્યો, સ્યૂસાઈડ બોમ્બર વિશે વાત કરે છે
વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં પાર્ક કરેલી બે કારમાં ભીષણ આગ
લાલુ પ્રસાદ યાદવ એક્ટિવ થયા, તેજસ્વીની ઢાલ બન્યા
ગોધરા નગરપાલિકા દ્વારા બગીચા રોડ સ્થિત સીતાસાગર વોક-વે પરથી ઝાડી-ઝાંખરા દૂર કરાયા
બિહારની ચૂંટણીમાં હારની જવાબદારી પ્રશાંત કિશોરે પોતે સ્વીકારી, કહ્યું..
બેંગ્કોકથી સુરત ગાંજાની હેરફેરનો પર્દાફાશ, અંદાજે દોઢ કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે એક પકડાયો
દેણા ચોકડી નજીક હાઈવે પર એસટી બસ ઉભેલી ટ્રકમાં ઘૂસી, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિ.મી.ની અંદર વસેલું ગામ: તરભોણ
સુરભી ડેરીના નકલી પનીરનો રિપોર્ટ આવી ગયો, દૂધથી નહીં સ્ટાર્ચ પાઉડરથી બનાવાતું હતું
સુકમા એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર હિડમા અને તેની પત્ની માર્યા ગયા
ફાયર જવાને સમયસૂચકતા દાખવી મોટી ગેસ દુર્ઘટના ટાળી પરિવારનો બચાવ કર્યો
બિહારમાં NDA ગઠબંધન તેની સફળ વ્યૂહરચનાને કારણે મેદાન મારી ગયું
શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પેન્શન યોજના-95માં અન્ય કર્મચારીઓનું શું?
ન્યાયમાં વિલંબ હોય તે પણ અન્યાય છે
આપણી નિર્માલ્યતા
સ્વ રોજગાર શા માટે?
સાંસદ-ધારાસભ્યો, બસમાં કેમ ફરતા નથી?
અમેરિકાનું લાંબુલચક શટડાઉન: સપ્તાહો સુધી લોકો હેરાન થયા
રેકોર્ડ બ્રેક : વડોદરા 12.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર
કરજણ નગરપાલિકાના પ્રમુખના પતિ પર વેપારીઓ પાસેથી કટકી લેવાનો આક્ષેપ
રોહિણી અને તેજસ્વીના મામા સુભાષ યાદવે કહ્યું, “લાલૂ પરિવાર ઘમંડને કારણે તૂટી રહ્યો છે
ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે. ક્યાંક કોઈ ભાઈ રિસાઈ ગયા તો ક્યાંક કોઈ બેનને ટિકિટ ન મળી એનો વસવસો છે. કેટલાકને પોતાને ટિકિટ ન મળી એનો વાંધો નથી પણ પેલાને ટિકિટ કેમ મળી એ તકલીફ છે.
કેટલાકને તો એ સમજ જ ના પડી કે આને વળી કેવી રીતે અને કેમ ટિકિટ મળી? ઘણા એવા પણ નસીબદાર નીકળ્યા કે સપનામાં પોતે નહિ વિચાર્યું હોય કે પોતાને ક્યારેય ટિકિટ મળશે,પણ મળી ગઈ.કેટલાકને પરિવારવાદ ફાવ્યો તો કેટલાકને સમાજવાદ,તો વળી કેટલાકને અમુક આગેવાનોની ભલામણ ફાવી ગઈ.ટૂંકમાં જેને મળવાની હતી ટિકિટ એને મળી ગઈ.
તમામ પક્ષના તમામ ઉમેદવાર મિત્રો તેમજ અપક્ષ ઉમેદવાર મિત્રો, હવે જયારે આપ જાહેર જીવનમાં ખૂબ જ મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છો ત્યારે આપને માટે સૌથી ઉપર પ્રજાહિત હોવું જોઈએ, નહિ કે પક્ષહિત.આજકાલની રાજનીતિમાં થોડો બદલાવ આવી ગયો છે કે ઘણી વાર પક્ષહિત એ પ્રજાહિત પર હાવી થઈ જાય છે.યાદ રાખો લોકશાહીમાં પ્રજા જ સર્વેસર્વા છે.પ્રજા છે તો પક્ષ છે.મારું ચોક્કસ એવું માનવું છે કે પક્ષનેતા બનવા કરતાં પણ લોકનેતા બનવું વધુ જરૂરી છે.
આપણી લોકશાહીમાં લોકનેતાના ઘણાં ઉદાહરણ છે.આપણા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીથી લઈને બાલાસાહેબ ઠાકરે.આ મહાપુરુષો લોકોની સેવા માટે પોતાની સરકાર સામે પણ અવાજ ઉઠાવતા ડરતા નહિ.આ જ કારણ છે કે સત્તા વગર પણ એ મહાપુરુષો આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે અને કરતા રહેશે.પક્ષ માટે આપણી કોઈ જવાબદારી નથી એવું નથી કહેતો પરંતુ હા જ્યાં પસંદગી પ્રજા અને પક્ષ વચ્ચે હોય ત્યારે ચોક્કસ પ્રજાને જ સાથ આપવાની આપણી નૈતિક ફરજ પણ છે અને કર્તવ્ય પણ છે.
પક્ષના કાર્ય કરતાં વધુ કાર્યો લોકોનાં જ કરવાં જોઈએ.જો તમે એક લોકનેતા બનવા માંગો છો તો આટલી હિંમત તો તમારી પાસે હોવી જ જોઈએ.પ્રજા જ તમારો પરિવાર છે.તમે પક્ષને વફાદાર રહો, પરંતુ પ્રજાને અન્યાય ન થાય એ જોવાની દ્રષ્ટિ પણ તમારી પાસે હોવી જ જોઈએ. બાકી યાદ રાખો, ઘણાં લોકો નેતા બને પણ છે અને પછી ખોવાઈ પણ જાય છે.જે પ્રજાની સાથે હંમેશા રહ્યા છે એ જ લોકનેતા બન્યા છે.ટિકિટ ભલે પક્ષે આપી હોય પણ વોટ તો પ્રજા જ આપશે.
સુરત -કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.