Gujarat

કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નવા 12,955 કેસ 133નાં મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 7912 થયા છે. આજે થયેલા મૃત્યુંમાં અમદાવાદ શહેરમાં 22, સુરત શહેરમાં 8, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા શહેરમાં 8, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 9, ભાનગર શહેર 3, જૂનાગઢ શહેર 4, મહેસાણામાં 2, સાબરકાંઠામાં 5, સુરેન્દ્રનગર 2 સહિત કુલ 133 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 12,995 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 75.37 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4174, સુરત શહેરમાં 1168, વડોદરા શહેરમાં 722, રાજકોટ શહેરમાં 391, ભાવનગર શહેરમાં 307, ગાંધીનગર શહેરમાં 148, જામનગર શહેરમાં 398 અને જૂનાગઢ શહેરમાં 189 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 298, જામનગર ગ્રામ્ય 339, નવસારી 216, વલસાડ 118, મહેસાણા 525, વડોદરા ગ્રામ્ય 385 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,48,124 વેન્ટિલેટર ઉપર 792 અને 1,47,332 દર્દીઓ સ્ટેબલ છે.

પ્રથમ ડોઝનું અને 27,51,964 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,28,43,483 રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 18 થી 44 વર્ષ સુધીના કુલ 36,226 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 30,678 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યકિતઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top