SURAT

સેવા: શહેરની વનિતા વિશ્રામ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ સ્મીમેર કોવિડના વોર્ડમાં કરી રહી છે કામ

સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય રહી છે તેવા સમયે રાજય સરકાર દ્વારા નર્સીંગ કોલેજના (Nursing College) થર્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેવા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરની વનિતા વિશ્રામ (Vanita Vishram College) નર્સિંગ કોલેજની ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 27 જેટલી વિદ્યાર્થીનીઓ સ્મિમેર હોસ્પિટલમાં ગત તારીખ ૬ઠ્ઠી એપ્રિલે સહાયક સ્ટાફ તરીકે સેવામાં જોડાયા છે. તેઓને ટ્રેનિંગ આપીને કોવિડની ફરજ સોપવામાં આવી છે.

આ બાબતે નર્સીગના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના કપરા સમયે મર્યાદિત માનવબળ વચ્ચે સુરત શહેરની વનિતા વિશ્રામ નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 27 જેટલી વિદ્યાર્થીનીઓ સ્મિમેર હોસ્પિટલમાં ગત તારીખ ૬ઠ્ઠી એપ્રિલે સહાયક સ્ટાફ તરીકે સેવામાં જોડાઈ છે. તેઓને ટ્રેનિંગ આપીને કોવિડની ફરજ સોપવામાં આવી છે. તેઓ ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરી રહ્યા છે.

સ્મિમેરના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી 21 વર્ષની યુવતિ નેહા નાયકાએ જણાવ્યું કે, શરૂઆતમાં જયારે કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાની વાત પરિવારજનોને કરી ત્યારે આપ્તજનોએ કહ્યું કે, અમારે તને મોતમાં મુખમાં નથી જવા દેવી. ત્યારે મે મમ્મી-પપ્પાને કહ્યું કે, સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે જજુમી રહ્યો છે ત્યારે મારા દેશના લોકોના દુખ દુર કરવા માટે હું પાછીપાની નહી કરૂ. શરૂઆતમાં કોરોનાનો ડર લાગતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ડર લાગતો નથી. કોલેજમાં અમારા પ્રોફેસરોએ અમને માનસિક રીતે તૈયાર કરીને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. દર્દી દાખલ થાય છે ત્યારે ખુબ ગભરાયેલા હોય છે. જેથી અમે તેને પરિવારજનોની હુંફ આપીને માનસિક સથીયારો આપીએ છીએ.

સુરતના કેરળ સમાજ દ્વારા 6000 પાણીની બોટલ અર્પણ

શહેરમાં કોરોના કહેર વચ્ચે અનેક સમાજો, અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટરોથી લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દરિદ્રનારાયણની સેવા માટે દાનનો ધોધ વહાવ્યો છે. ત્યારે બુધવારે નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલ ખાતે સુરતના કેરળ સમાજ દ્વારા ૬૦૦૦ પાણીની બોટલ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્ય દર ત્રણ દિવસે કેરળ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે. સમાજ દ્વારા આજદિન સુધી બે લાખથી પાણીની બોટલો શહેરના વિવિધ આઈસોલેશન સેન્ટરો ખાતે વિતરણ કરવામાં આવી છે. જે દર્દીઓ, ડોકટરો તથા સગા સંબધિઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

Most Popular

To Top