Top News

More Posts

   The Latest

Most Popular

યુપીના કાનપુર દેશભરમાં, બે સગા ભાઈઓએ ઈંટથી એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી હતી. તે જ સમયે હત્યાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 4 લોકોની ધરપકડ કરી છે અને પુછપરછ હાથ ધરી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પાછળનું કારણ આડાં સંબંધ હોવાનું બહાર આવી રહ્યું છે. પતિએ પત્નીને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. આ પછી, પતિએ જે કર્યું તેનાથી બધાજ આશ્ચર્યચકિત થઈ ગયા. પતિએ તેના ભાઈ સાથે મળીને પ્રેમીની હત્યા કરી હતી.

આ કેસ રસુલાબાદ કોતવાલી વિસ્તારના નર ખાસ ગામ સાથે સંબંધિત છે. જ્યાં રામબાબુની પત્નીએ બદનસિંહ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ બાંધ્યા હતા. ઘણા વર્ષોથી તેમનો ગેરકાયદેસર સંબંધ છૂપી રીતે ચાલી રહ્યો હતો. ગઈરાત્રે રામબાબુના ઘરે કોઈ ન હતું અને પત્ની ઘરમાં એકલી હતી. આ તક જોઈને રામબાબુની પત્નીએ તેના પ્રેમીને બોલાવ્યો અને તે તેના ઘરે ગયો.

થોડી વાર પછી રામબાબુ પણ અચાનક ઘરે આવ્યો અને પત્ની અને બદનસિંઘને વાંધાજનક સ્થિતિમાં જોઇને તે ગુસ્સે થઈ ગયો. રામબાબુએ તેના ભાઈ શ્યામબાબુ સાથે મળીને ઈંટથી બદનસિંઘની હત્યા કરી હતી. તે જ સમયે, પોલીસને માહિતી મળતા સ્થળ પર પહોંચી, ચાર લોકોની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરી રહી ચાલુ કરી છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

એડિશનલ એસપી ઘનશ્યામ તિવારી કહે છે કે રસુલાબાદ પોલીસ સ્ટેશનના લક્ષ્મણપુર ગામની બહાર એકવીસ વર્ષના યુવકની લાશ મળી આવી છે. માથા અને ગળામાં દાગ મળી આવ્યા છે. જેમાં બીજા ગામની મહિલા સાથે પ્રેમ સંબંધના મામલા સામે આવ્યા છે. જો કે હજી સુધી ફરિયાદ મળી નથી, તેમ છતાં વધુ તપાસ કરવામાં આવશે.

To Top