SURAT

કોરોના બાદ સ્થિતિમાં સુધારો: સુરત એરપોર્ટ પર એક જ દિવસમાં હજારથી વધુ પેસેન્જર નોંધાયા

સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave)ને લીધે સ્પાઇસ જેટ (spice jet) એરલાઇન્સે સુરત એરપોર્ટ (surat airport)થી ઓપરેટ થતી તમામ ફ્લાઇટ બંધ કરી હતી. એર ઇન્ડિયાએ પણ એક માત્ર ફ્લાઇટ સપ્તાહમાં 2-3 દિવસ ચાલુ રાખી હતી. જ્યારે ઇન્ડિગોએ દિલ્હી-બેંગ્લુરુની એક-એક ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ ઓપરેટ કરી હતી. જો કે, ખૂબ ઓછા પેસેન્જરો (passengers) મળ્યા હતા.

સુરતમાં અને દેશનાં બીજાં શહેરોમાં કોરોનાની સ્થિતિ સુધરતાં સુરતથી હવે પાંચ ફ્લાઇટ જઇ રહી છે અને પાંચ આવી રહી છે. કોરોનાની બીજી લહેર પછી સોમવારે એક જ દિવસમાં 1030 પેસેન્જર નોંધાયા હતા. જેમાં 478 સુરત આવ્યા હતા અને 552 પેસેન્જર સુરતથી ગયા હતા. કેટલાક એરપોર્ટ દ્વારા બે વેક્સિનના ડોઝ લીધા હોય તેવા પેસેન્જર પાસે આરટીપીસીઆર ટેસ્ટનો આગ્રહ રાખવામાં આવતો નથી. પરંતુ સુરત એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રાખવામાં આવ્યો છે. તેના લીધે પણ સુરત પેસેન્જર ઓછા આવી રહ્યા છે. કોરોના સંક્રમણ પહેલાં સુરત એરપોર્ટથી પેસેન્જરોની અવરજવરની સંખ્યા વર્ષે 1.75 લાખ સુધી પહોંચી હતી. ટુ-ટાયર સિટીમાં સુરત એરપોર્ટે પેસેન્જર ગ્રોથના મામલામાં 200 ટકાનો ગ્રોથ નોંધાવ્યો હતો.

એરપોર્ટના રન-વેની મજબૂતાઈ ચકાસવા રન-વે પર કાર દોડાવાઈ

સુરત એરપોર્ટ પર ચોમાસા પહેલાં રન-વે ફ્રિક્શન ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રન-વેના કેટલાક ભાગમાંથી રબર કાઢીને નવા નાંખવામાં આવ્યા હતા. ઉપરાંત રન-વેની મજબૂતાઇ ચકાસવા માટે હાઇ સ્પીડ કાર દોડાવવામાં આવી હતી. જેનું સોમવારે ઇન્સ્પેક્શન પણ યોજવામાં આવ્યું હતું.

Most Popular

To Top