SURAT

રેલવે 8 જોડી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનના 144 ફેરા દોડાવશે, સુરત વડોદરા અમદાવાદના પેસેન્જરોને થશે લાભ

સુરત: (Surat) પશ્ચિમ રેલવે ઉધના-મેંગલોર, વલસાડ-દાનાપુર સહિત 8 જોડી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનના (Festival Special Train) 144 ફેરા દોડાવશે.તેમાં ઉધના-મેંગલોર,વલસાડ-દાનાપુર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09185-09186 મુંબઈ- કાનપુર(અનવરગંજ)-મુંબઈ વિકલી એક્સપ્રેસના 6 ફેરા દોડશે. ટ્રેન નંબર 09185 પ્રત્યેક રવિવારે 11.05 વાગે મુંબઈથી રવાના થઈને બીજા દિવસે કાનપુર પહોંચશે. ટ્રેન નંબર 09186 પ્રત્યેક સોમવારે સાંજે 18.25 વાગે કાનપુરથી રવાના થઈને બીજા દિવસે રાત્રે 22.30 વાગે મુંબઈ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી દોડશે.ટ્રેન સુરત-વડોદરા સહિતના સ્ટેશને થોભશે.

  • રેલવે ઉધના-મેંગલોર, વલસાડ-દાનાપુર સહિત 8 જોડી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનના 144 ફેરા દોડાવશે
  • આ ટ્રેનોની ફેસ્ટીવલ સિઝનમાં 5 લાખ પ્રવાસીઓને લાભ થશે

ટ્રેન નંબર 09025-09026 વલસાડ-દાનાપુર-વલસાડ વિકલી એક્સપ્રેસના 16 ફેરા દોડશે. ટ્રેન નંબર 09025 વલસાડ-દાનાપુર એક્સપ્રેસ પ્રત્યેક સોમવારે સવારે 8.40 વાગે વલસાડથી રવાના થઈને બીજા દિવસે 11.30 વાગે દાનાપુર પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09026 પ્રત્યેક મંગળવારે બપોરે 14.30 વાગે દાનાપુરથી રવાના થઈને બીજા દિવસે રાત્રે 21.30 વાગે વલસાડ પહોંચશે. આ ટ્રેન 6 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેન ભેસ્તાન-નંદુરબાર-ભુસાવલ, જબલપુર સહિતના સ્ટેશનોએ થોભશે.ટ્રેન નંબર 09415-09416 બાંદ્રા-ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસના 16 ફેરા હશે. ટ્રેન નંબર 09415 પ્રત્યેર ગુરૂવારે બાંદ્રાથી 19.25 વાગે રવાના થઈને બીજા દિવસે 8.40 વાગે ગાંધીધામ પહોંચશે.

ટ્રેન નંબર 09416 પ્રત્યેક ગુરૂવારે રાત્રે 00.30 વાગે ગાંધીધામથી રવાના થઈને તેજ દિવસે બપોરે 14.20 વાગે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેન સુરત,વડોદરા,અમદાવાદ સહિતના સ્ટેશનો પર થોભશે. ટ્રેન નંબર 09207-09208 બાંદ્રા-ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસના 16 ફેરા હશે. ટ્રેન નંબર 09207 પ્રત્યેર શુક્રવારે સવારે 9.15 વાગે બાંદ્રાથી રવાના થઈને તેજ દિવસે રાત્રે 23.45 વાગે ભાવનગર પહોંચશે. ટ્રેન નંબર 09208 પ્રત્યેક ગુરૂવારે બપોરે 14.50 વાગે ભાવનગરથી રવાના થઈને બીજા દિવસે સવારે 6 વાગે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બરથી 29 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરત,વડોદરા,અમદાવાદ સહિતના સ્ટેશનો પર દોડશે. ટ્રેન નંબર 09057-09058 ઉઘના-મેંગલોર બાય વિકલીના 36 ફેરા દોડશે. ટ્રેન નંબર 09057 પ્રત્યેક શુક્રવાર અને રવિવારે સાંજે 19.45 વાગે ઉધનાથી રવાના થઈને બીજા દિવસે 19.10 વાગે મેંગલોર પહોંચશે.

ટ્રેન નંબર 09058 પ્રત્યેક શનિવાર અને સોમવારે 21.10 વાગે મેંગલોરથી રવાના થઈને બીજા દિવસે 21.30 વાગે ઉધના પહોંચશે. આ ટ્રેન 3 નવેમ્બરથી 1 જાન્યુઆરી સુધી દોડશે. આ ટ્રેન વલસાડ,વાપી,પનવેલ સહિતના સ્ટેશનો પર થોભશે.ટ્રેન નંબર 09324-09325 ઇંદોર-પુણે-ઇંદોર એક્સપ્રેસના 18 ફેરા હશે. આ ટ્રેન પ્રત્યેક બુધવારે 11.15 વાગે ઇંદોરથી રવાના થઈને બીજા દિવસે સવારે 3.10 વાગે પુણે પહોંચશે. પરત ફરતી વખતે પ્રત્યેક ગુરૂવારે સવારે 5.10 વાગે ઇંદોરથી રવાના થઈને તેજ દિવસે રાત્રે 23.55 વાગે ઇંદોર પહોંચશે. આ ટ્રેન 1 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેન રતલામ,વડોદરા,સુરત,કલ્યાણ સહિતના સ્ટેશનો પર થોભશે.

ટ્રેન નંબર 09007-09008 વલસાડ-ભીવાની-વલસાડ એક્સપ્રેસના 18 ફેરા હશે. આ ટ્રેન પ્રત્યેક ગુરૂવારે બપોરે 13.50 વાગે વલસાડથી રવાના થઈને બીજા દિવસે 12.55 વાગે ભિવાની પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન પ્રત્યેક શુક્રવારે બપોરે 14.45 વાગે ભિવાનીથી રવાના થઈને બીજા દિવસે 12 વાગે વલસાડ પહોંચશે. આ ટ્રેન 2 નવેમ્બરથી 29 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેન સુરત,વડોદરા,રતલામસ, જયપુર સહિતના સ્ટેશનો પર દોડશે. ટ્રેન નંબર 09325-09326 ઇંદોર-ભીવાની-ઇંદોર એક્સપ્રેસના 18 ફેરા હશે.

Most Popular

To Top