આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર...
મુંબઇ : અહીં રમાયેલી આઇપીએલ-14(IPL-14)ની બીજી મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે ધોની(MS DHONI)ની કેપ્ટનશીપ હેઠળની સીએસકે(CSK)ને 9 વિકેટે હરાવીને શાનદાર...
કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે અને ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર (SECOND WAVE OF CORONA) પાયમાલ કરી રહી છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ નવા કોરોના...
AHMADABAD : કોરોનાના ( CORONA ) દર્દીનો જીવ બચાવવા માત્ર છ ઈંન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરના સંપર્કો અને રઝળપાટ કરતા લોકોને...
GANDHINAGAR : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના( CORONA ) 5011 કેસો નોંધાતા ભયાવહ સ્થિતિ પેદા થવા પામી છે. જયારે છેલ્લા 24 કાલકમાં...
બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) રવિવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન તૈયાર...
વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર...
દીવા સળગાવવા, થાળી વગાડવાને એક વર્ષ પુરું: ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે.ગયા વર્ષની દસમી એપ્રિલની તે રાત યાદ કરો, જ્યારે વડાપ્રધાન...
સુરત: સુરતમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવા સાથે મૃત્યુઆંક વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો હતો. તે...
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન...
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે કેન્દ્ર સરકાર પર કોવિડના રોગચાળાની સ્થિતિને અયોગ્ય રીતે હાથ ધરવાનો અને રસીની નિકાસ કરીને દેશમાં તેની તંગી...
શા માટે ભારતમાં કોવિડ-૧૯ના કેસો આટલી ઝડપથી વધી રહ્યા છે? આ માટે કોઇ સ્પષ્ટ જવાબ નથી પરંતુ ટોચના વૈજ્ઞાનિકો કહે છે કે...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા હતા. આ સાથે સંક્રમિત થનાર લોકોનો કુલ આંકડો 1,32,05,926 પર પહોંચી ગયો છે....
અમેરિકામાં ‘વેક્સિન એડવર્સ ઈવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ (વાએર્સ)’ નામની એક સરકારી સંસ્થા છે. જેમણે રસી લીધી હોય અને એમને કોઈને આડઅસર થાય કે...
ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી...
અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂંઅપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂંગયા રવિવારે, ૮૨ વર્ષની વયે જન્નતનશીન થયેલા...
જયારે સાડા સત્તર કલાકની નોન-સ્ટોપ ફલાઇટ હોય ત્યારે વિમાનમાં બળતણ, ખોરાક, સેપ્ટિક ટેન્કોની ક્ષમતા વગેરેનું પ્રમાણ બેંગ્લોરથી યુરોપ સુધીની ફલાઇટમાં હોય. તેના...
ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની...
સુરત: (Surat) શહેરમાં કોરોનાકાળમાં ખાનગી લેબોરેટરી અને સિટીસ્કેન સેન્ટરો દર્દીઓ પાસેથી બેફામ પૈસા વસૂલી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કે...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લીધે પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત લગ્નસરાની મોસમ હોવાથી પરપ્રાંતિય મજૂરો...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં સાવ નગણ્ય કહી શકાય એટલા બાવીસો જેટલા કોરોનાના ટેસ્ટીંગ દરરોજ થાય છે. જો કે છેલ્લા ચાર દિવસ દરમ્યાન...
સુરત: (Surat) એક તરફ તંત્ર દ્વારા લારી-ગલ્લા, હોટલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતનાને બળજબરીથી બંધ કરાવવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ તંત્ર દ્વારા ઉદ્યોગોને...
સુરત: (Surat) સુરતમાં કોરોના એટલી હદે વકર્યો છે કે હોસ્પિટલોમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યાં છે. જ્યારે રોજ એક હજાર જેટલા કોરોનાના...
સુરત: (Surat) યુપી, બિહાર સહિત ઉત્તરભારત કામદારોને લઇ જતી લક્ઝરી બસના ટ્રાવેલર્સ પર વહીવટી તંત્રએ ભીંસ વધારતા કામદારો સુરત અને ઉધના સ્ટેશનેથી...
સુરતઃ કોરોના મહામારી(corona pandemic)ને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમા(plasma)ના ડોનેશન (donation) માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે ૩૩ વર્ષીય ડો.ચૌપલ...
સુરત: (Surat) રાતે આઠ વાગે કરફ્યુ લાગુ થાય તે પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં વરાછા રચના સર્કલ પાસે છેલ્લા બે દિવસથી વાહનોની ભીડ...
બાલાજી ભારત રુદ્રવાર અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર બુધવારે ન્યુજર્સીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના પાડોશીઓએ છોકરીને રડતા...
SURAT : યુવતીને કચડી નાંખનાર પીધ્ધડ અતુલ વેકરિયા ( ATUL VEKRIYA ) પર પોલીસ પહેલેથી જ મહેરબાન છે. તેમાં પણ હવે કોવિડના...
સુરતના કતારગામ (katargam) વેડરોડથી કતારગામ ગોટાલાવાડીને જોડતા બ્રીજ (flyover bridge)નું કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું હતું ત્યાં ઘણા સમયથી પ્રજાને પણ...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર ઈલાજ હજુ સુધી શોધી શકાયો નથી. જેને કોરોના થાય છે અને જો તે દર્દીના ફેફસાં ઈન્ફેકશનને કારણે વધારે ડેમેજ થઈ ચૂક્યા હોય તો તેવી વ્યક્તિને ભાગ્યે જ બચાવી શકાય છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે લાખો લોકો મોતને ભેટી ચૂક્યા છે. કોરોના સામેની વેક્સિન શોધવામાં આવી છે પરંતુ હજુ સુધી વેક્સિનેશન ( vaccination ) દ્વારા કોરોનાને અટકાવી જ શકાય તેવો કોઈ દાવો કરી શકતું નથી. આ સંજોગોમાં જાપાનના ડોકટરોએ જે રીતે કોરોના થઈ જવાને કારણે ફેફસાં ખરાબ થઈ ગયા હોવા છતાં દર્દીને બચાવી લીધો તે કાબિલે તારીફ છે. જાપાનની ( japan ) આ ટેકનિકે વિશ્વમાં કોરોના ગમે તેટલો ગંભીર હોવા છતાં દર્દીને બચાવી શકાય છે તેવો વિશ્વાસ અપાવ્યો છે. જાપાનની આ ટેકનિકને આખા વિશ્વએ અપનાવી લેવાની જરૂરીયાત છે. હાલના સંજોગોમાં જો ફેફસાં ખરાબ થઈ ગયા હોય તો તેવા દર્દીને બચાવી શકાતો નથી. પરંતુ આ ટેકનિકને કારણે હવે તબીબોને નવો વિશ્વાસ ઉભો થયો છે. ખાસ કરીને ભારતના તબીબોએ આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ.

જાપાનના ડો. હિરોશી ડેટની આગેવાનીમાં કોરોનાના દર્દી પર આ સર્જરી કરવામાં આવી હતી. જેમાં ગંભીર રીતે કોરોનાથી પિડાતા દર્દીના ફેફસાં ખરાબ થઈ ગયા હતાં. આ દર્દીને બચાવવું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ આ મહિલા દર્દીના પતિ અને તેના પુત્રએ પોતાના ફેફસાંના ટિસ્યુ ડોનેટ કર્યાં. ડોકટરોએ આ ટિસ્યુનો ઉપયોગ કરીને મહિલાના ફેફસાંના ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યાં. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં 11 કલાક સુધી આ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દી અને ટિસ્યુ આપનારા તેના સંબંધી ડોનરોની તબિયત હાલમાં સારી છે. પતિએ ડાબા અને પુત્રએ જમણાં ફેફસાંના ટિસ્યુ આપ્યા હતાં. આ ટિસ્યુના આધારે નવા ફેફસાં વિકસાવવામાં આવ્યા અને બાદમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આશરે 30 જેટલા ડોકટરો દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી.

દર્દીની સર્જરી બાદ ડો. હિરોશી ડેટએ જણાવ્યું હતું કે, આ સર્જરી માટે દર્દીની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. જ્યારે ડોનરની ઉંમર 20થી 60 વર્ષની હોવી જોઈએ. ફેફસાંના ટિસ્યુના ડોનેશન માટે 13 જેટલા માપદંડ નિયત કરવામાં આવ્યાં છે. આ માપદંડ પર ખરા ઉતરે તો ટિસ્યુ ડોનેટ કરી શકાય છે. આ પ્રક્રિયામાં બે લોબ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે એટલે ડૉનર અને રેસિપિયન્ટના ઓર્ગનનની સાઈઝ પણ મેચ થવી જરૂરી છે. કોઈ બાળક માટે મોટી ઉંમરની વ્યક્તિનું લોબ મોટું પડે છે. જો લોબ મોટું હોય તો ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ છાતીનો ભાગ ફરી બંધ કરવો મુશ્કેલ બની જાય છે. જેથી તે જોખમી બને છે. આજ રીતે મોટી ઉંમરની વ્યક્તિમાં નાનું લોબ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો પણ તકલીફ પડે છે.

તબીબોના કહેવા પ્રમાણે, કોઈનાં ફેફસાંનો એક ભાગ કાઢી દઈએ, તો તેનાથી જે તે ડોનરના શરીરમાં કોઈ ખાસ ફરક પડતો નથી. વ્યક્તિના ફેફસાંના બંને ભાગમાં અપર, મિડલ અને લૉઅર તેમજ ડાબા ભાગમાં અપર લોબ, લિંગુલા અને લૉઅર લોબ હોય છે. લોબમાં પણ અનેક સેગમેન્ટ હોય છે. આ ફેફસાંના જે ટિસ્યુ હોય છે તેનો ઉપયોગ કરીને તેને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જે રીતે જાપાનના તબીબોએ આ સર્જરીમાં સફળતાં મેળવી તેવી રીતે ભારતના તબીબો પણ જો આ ટેકનિકનો ઉપયોગ કરે તો શક્ય છે કે ભારતમાં કોરોનાથી થતાં મોતના આંકડાને નિયંત્રિત કરી શકાય. સંભવ છે કે આ પ્રકારની સર્જરીમાં મોટો ખર્ચ થાય પરંતુ તેનું આયોજન સરકાર કરી શકે તેમ છે. જાપાનમાં જે દર્દી પર આ સર્જરી કરવામાં આવી તે દર્દી બે માસમાં હરતો ફરતો થઈ જશે. હાલના કોરોનાની ભારતમાં ગંભીર સ્થિતિ જોતાં ભારતના તબીબો અને સરકારે જાપાનમાં થયેલી આ સર્જરીને ગંભીરતાપૂર્વક લેવાની જરૂરીયાત છે.