SURAT

સુરતના કતારગામ વિસ્તારમાં નવ નિર્મિત ફ્લાયઓવર બ્રીજ AAP દ્વારા ખુલ્લો મુકાયો

સુરતના કતારગામ (katargam) વેડરોડથી કતારગામ ગોટાલાવાડીને જોડતા બ્રીજ (flyover bridge)નું કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું હતું ત્યાં ઘણા સમયથી પ્રજાને પણ આ માર્ગ પર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા આરોપો સાથે શનિવારના રોજ “આપ”(aam aadmi party)ના પદાધિકારીઓએ બ્રિજ ખુલ્લો મુક્યો હતો.

સુરત મહાનગરપાલિકાના વિરોઘ પક્ષના નેતા ઘમેઁશ ભંડેરી, દંડક ભાવનાબેન સોલંકી સહિતના આમ આદમી પાટીઁના પદાઘીકારીઓ અને કાયઁકતાઁઓ દ્વારા કતારગામ દરવાજા પર બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રીજ ખુલ્લો મુકાતા પાલિકાને પડકાર ફેંક્યો હતો. અને પ્રજાને સગવડ થવા હેતુ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આપનું કહેવું છે કે સુરતના ચોકબજાર વિસ્તારથી વેડ રોડ, જિલ્લાની બ્રિજ સહિતના ચાર રસ્તા પર છેલ્લા એક વર્ષથી પ્રજાને રસ્તો પસાર કરતી વખતી ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. અને ચોમાસામાં તો ચારે રસ્તામાં બ્રિજના કારણે ખોદાણ સહિતની કાર્યવાહીના પગલે ઠેર-ઠેર ખાડા પડી જતા કલાકો સુધી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા હતા.

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકા કોઈ મોટા નેતા દ્વારા ઉદ્ઘાટન અને લોકાર્પણના સપના સેવતા છેવટે આપ દ્વારા આ તમામ સપના ઉપર ઝાડુ ફેરવી દેવામાં આવ્યું હતું, ત્યારે પ્રજાએ પણ પોતે આ જનતા લોકાર્પણ કરીને બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવાતા હાલ પાલિકાની સામાન્ય સભામાં આપ ઘર્ષણનો વધુ એક મુદ્દો ઉપસ્થિત થઇ પડ્યો છે. મહત્વની વાત છે કે અગાઉ પણ આજ રીતે હાલમાં જ આપમાં જોડાયેલા દિનેશ કાછડીયા દ્વારા જીલાની બ્રિજ (ચન્દ્રશેખર આઝાદ) બ્રિજ અને કેબલ બ્રિજને પણ જનતા લોકાર્પણ થકી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ત્યારે ફરી એક વખત પાલિકા દ્વારા નેતાઓની વાત જોવામાં વિરોધ પક્ષ દ્વારા તેમનું કામ કરી દેવાતા હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Most Popular

To Top